Instagram પર Hot photos શેર કરી દિશા પટણી અને મૌની રોયે ધૂમ મચાવી! ફેન્સ થયા ઘાયલ

દિશા અને મૌની પોતાના Looks ને લઈને હંમેશા પોતાના ચાહકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લે છે

Share:

હાઈલાઇટ્સ

  • ટીવી પર નાગિનનો રોલ પ્લે કરતી મૌની રોય અને દિશા થાઈલેન્ડમાં પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
  • દિશા પટણી અને મૌની રોયે થાઈલેન્ડથી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ એક્ટ્રેસીઝ પૈકીની એક દિશા પટણી અને મૌની રોયે પોતાની હોટનેસથી કાતિલ ઠંડી વચ્ચે સોશિયલ મીડિયાનો પારો ગરમ કરી નાંખ્યો છે. 

 

આ બંન્નેની ફ્રેન્ડશિપની ચર્ચાઓ અત્યારે ઈન્ટરનેટ પર ખૂબજ કરવામાં આવી રહી છે. દિશા પટણી અને મૌની રોયને કેટલીયવાર એકબીજા સાથે ડિનર અને લંચ પર જતા જોવામાં આવે છે. બંન્ને વચ્ચે એક અદભુત કનેક્શન છે. દિશા અને મૌની કેટલીયવાર પાર્ટીઝમાં પણ એકસાથે ધમાલ કરતી નજરે પડે છે. 

બંન્ને એક્ટ્રેસને પૈપરાજી હંમેશા પોતાના કેમેરામાં કેદ કરતા દેખાય છે. દિશા અને મૌની પોતાના Looks ને લઈને હંમેશા પોતાના ચાહકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લે છે. આટલું જ નહીં પરંતુ બંન્ને એકબીજા સાથે સારો સમય વિતાવવા માટે વેકેશન પર પણ જાય છે. 

અત્યારે ટીવી પર નાગિનનો રોલ પ્લે કરતી મૌની રોય અને દિશા થાઈલેન્ડમાં પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. થાઈલેન્ડથી મૌની રોયે કેટલાક બોલ્ટ અને હોટ ફોટોગ્રાફ્સ શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી દિધી છે. આ ફોટોગ્રાફ્સ એટલા જોરદાર છે કે, લોકો તેના પરથી નજર નથી હટાવી શકતા. 

હકીકતમાં દિશા પટણી અને મૌની રોયે થાઈલેન્ડથી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંન્નેએ પોતાની જોરદાર અદાઓ બતાવી છે. આ ફોટોઝમાં દિશા અને મૌનીનો બેકલેસ અને બિકની Look જોવા મળી રહ્યો છે.