કેપ્ટન વિજયકાંતના અંતિમ સંસ્કાર વખતે એક્ટર વિજય પર હુમલો, શખસે ચપ્પલ ફેંક્યુ

વિજય સુપરસ્ટાર કેપ્ટન વિજયકાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ગયો હતો. એ સમયે એક શખસે વિજય પર ચપ્પલ ફેંક્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • કેપ્ટન વિજયકાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો વિજય
  • એક શખસે એક્ટર વિજય પર કર્યો હતો ચપ્પલથી હુમલો
  • ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ચેન્નાઈઃ શુક્રવારના રોજ સાઉથના સુપર સ્ટાર અને રાજનેતા કેપ્ટન વિજયકાંતની અંતિમ વિદાય યોજાઈ હતી. જેમાં સાઉથના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ સમયે થલપતિ વિજય પણ ત્યાં હાજર હતો. એ સમયે એક શખસે વિજય પર ચપ્પલથી હુમલો કર્યો હતો. તેઓ અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આવ્યા હતા. ત્યારે ભીડમાં હાજર એક શખસે વિજય પર ચપ્પલથી હુમલો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. કેપ્ટન વિજયકાંતનું ગયા ગુરુવારે નિધન થયુ હતુ. 

ભીડમાં ફસાયો વિજય 
આ અંતિમ સંસ્કારમાં તમિલના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. ત્યારે એક્સ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિજય ભીડમાંથી પસાર થતો નજરે પડી રહ્યો છે. એ પછી વિજયે વિજયકાંતના પરિવારના સભ્યોની મુલાકાત કરી હતી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે તે ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે ભીડે તેને ઘેરી લીધો હતો. એ પછી પોલીસે તેને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. 

વીડિયો થયો વાયરલ 
સામે આવેલા વીડિયોમાં દેખાય છે કે એક્ટર વિજય પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. એક શખસે વિજય પર ચપ્પલ ફેંકયુ હતુ. જો કે, વિજય આ હુમલાથી બચવામાં સફળ રહ્યો હતો. એ પછી પોલીસની ટીમે તેને સુરક્ષા આપીને ત્યાંથી બહાર કાઢ્યો હતો. ત્યારે વાયરલ થયેલા વીડિયો પર લોકો પણ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ શખસની હરકતની ફેન્સે નિંદા કરી હતી અને ગુસ્સો ઠાલવ્યો હતો. મહત્વનું છે કે, વિજયકાંત ન્યૂમોનિયાથી પીડાઈ રહ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ગુરુવારની સવારે તેમનું મોત નીપજ્યું હતું.