'હું શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતો, પહેલીવાર મળ્યો તો..' કરણ જોહરે કિસ્સો કર્યો શેર

કોફી વીથ કરણ શોમાં જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર નજરે પડ્યા હતા. ત્યારે કરણ જોહરે કહ્યું કે, તે શ્રીદેવીના પ્રેમમાં ખૂબ પાગલ હતો. જ્યારે પહેલીવાર મળ્યો તો પગ ધ્રુજવા લાગ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • કરણ જોહરે કહ્યું-તે શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા
  • પહેલીવાર જોઈને ઘૂંટણ કાપવા લાગ્યા હતા
  • શ્રીદેવીને જોઈને હું ગભરાઈ ગયો હતો

મુંબઈઃ કોફી વીથ કરણ શોના આઠમા એપિસોડમાં શ્રીદેવીની દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર નજરે પડી હતી. ત્યારે આ શોમાં કરણ જોહરે શ્રીદેવી વિશે વાત કરી હતી. બંને દીકરીઓ સામે જ પ્રેમની વાત કરી હતી. કરણ જોહરે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, તે શ્રીદેવીના પ્રેમમાં ખૂબ જ પાગલ હતો. જ્યારે તેમને પહેલીવાર મળ્યો તો પગ ધ્રુજવા લાગ્યા હતા. આ વાતનો ખુલાસો કરણ જોહરે શ્રીદેવીની બંને દીકરીઓ સમક્ષ જ કર્યો હતો. 

બસ, જોતો જ રહી ગયો
બોલીવૂડ ફિલ્મ મેકર કરણ જોહરે કહ્યું કે, જ્યારે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં શ્રીદેવીને જોયા ત્યારે તો તેમને જોતો જ રહી ગયો હતો. જીતુ સર સાથેની તેમની એક પણ ફિલ્મ મેં મિસ કરી નથી. પછી 1993માં પહેલીવાર તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ મારા પિતાની ફિલ્મ ગુમરાહમા કામ કરવાના હતા. ત્યારે હું તેમને જઈને કહેવા માગતો હતો કે, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. 

શ્રીદેવીના પ્રેમમાં પાગલ 
કરણ જોહરે ખુલાસો એક સમયે તે શ્રીદેવીના પ્રેમમાં ખોવાઈ ગયો હતો. તે શ્રીદેવીની એક પણ ફિલ્મ મિસ કરવા માગતો નહોતો. આ વાતનો ખુલાસો કરણ જોહરે શ્રીદેવીની દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરની સામે જ કર્યો હતો. ત્યારે બંને દીકરીઓ પણ તેમની માતા શ્રીદેવીને યાદ કરતી નજરે પડી હતી. 

મારા ધૂંટણ કાપવા લાગ્યા 
મિસ્ટર ઈન્ડિયાનું પ્રમીયર હતુ અને જ્યારે મેં તેમને પહેલીવાર જોયા તો મને લાગ્યું કે હું ઓબસેસ્ડ છુ. આમ તો પહેલીવાર હું તેમને 1993માં મળ્યો હતો. હું એ ફોટોશૂટમાં પણ ગયો હતો. તેમનું શૂટિંગ રાકેશ શ્રેષ્ઠ કરી રહ્યા હતા. જોઈને હું ગભરાઈ ગયો હતો અને મારા ઘૂંટણ કાપવા લાગ્યા હતા.