Annapoorani: નયનતારાની 'અન્નપૂર્ણાની' વિરુદ્ધ થઈ FIR, ધાર્મિક ભાવનાઓ દુભાઈ હોવાનો આરોપ

પૂર્વ શિવસેનાના નેતા રમેશ સોલંકીએ હિંદુ સમુદાયની ભાવનાઓ દુભાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણાનીના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.

Share:

મુંબઈઃ અભિનેત્રી નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણાનીના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. ધાર્મિક ભાવનાઓ દુભાઈ હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે મુંબઈ પોલીસે આ મામલે ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પૂર્વ શિવસેનાના નેતા રમેશ સોલંકીએ આ ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હિંદુ સમુદાયની ભાવનાઓ દુભાઈ હોવાના આરોપ સર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓએ મેકર્સ પર ભગવાન રામનું અપમાન કરવાનો પણ આરોપ મૂક્યો છે. 

મુંબઈ પોલીસે નોંધ્યો કેસ 
શનિવારે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર સોલંકીએ ફિલ્મને હિંદુ વિરોધી ગણાવી હતી અને કેટલોક ખુલાસો કર્યો હતો. જે તેમને ફિલ્મમાં વિવાદિત લાગ્યું હતું. તેઓએ એવું પણ કહ્યું કે, આ ફિલ્મ લવ જેહાદને વધારો આપે છે. તેઓએ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ફિલ્મના નિર્માતાઓની સાથે સાથે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઈન્ડિયાની સામે સખત કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. 

ભગવાન રામના અપમાનનો આરોપ
તેઓએ લખ્યું કે, હાલ આખી દુનિયા ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીઓ મનાવી રહી છે. ત્યારે હિંદુ વિરોધી ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. જી સ્ટુડિયો, નાદ સ્ટુડિયો અને ટ્રાઈહેંડ આર્ટ્સ દ્વારા નિર્મિત છે. એક દીકરી હિંદુ પૂજારી, બિરયાની બનાવવા માટે નમાજ અદા કેર ચે. આ ફિલ્મમાં લવ જેહાદને વધારો આપવામાં આવ્યો છે. અભિનેતા ફરહાને અભિનેત્રીને એવું કહીને માંસ ખવડાવવા ઉશ્કેરી કે ભગવાન રામ પણ માંસ ખાવાના હતા. ફિલ્મમાં અભિનેત્રીના પિતા એક પૂજારી છે, જે ભગવાન વિષ્ણુને માટે ભોગ બનાવે છે. પરંતુ તેમની દીકરીને લઈ ફિલ્મમાં માંસ રાંધવું, મુસ્લિમને પ્રેમ કરવો, રમજાન ઈફ્તાર માટે જવું અને નમાજ અદા કરવા સહિતની વાત બતાવવામાં આવી છે. 

Tags :