Video: દીપિકા-ઋતિકની અપકમિંગ ફિલ્મ ફાઈટરનું બીજું અને ધમાકેદાર Song રિલીઝ કરાયું

આ ગીતમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની હોટ કેમેસ્ટ્રી ડાન્સ ફ્લોર પર આગ લગાવી રહી છે. 

Share:

હાઈલાઇટ્સ

  • ઈશ્ક જેસા કુછ ગીતને વિશાલ, શેખર, શિલ્પા રાવ અને મેલો ડીએ ગાયુ છે
  • ગીતને સમુદ્ર કિનારે ફિલ્માવવામાં આવ્યું છે. અહીંયા દીપિકા પાદુકોણ ખૂબજ હોટ લાગી રહી છે. 

સુપરસ્ટાર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ફાઈટરની દર્શકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલા એક-એક અપડેટ્સ ફેન્સનો ઉત્સાહ વધારી રહ્યા છે. થોડા સમય પહેલા જ ફિલ્મનું પહેલું ગીત શેર ખુલ ગએ રિલીઝ કરવામાં આવ્યું હતું. આના પર દર્શકોની જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી છે. હવે મેકર્સે ફિલ્મનું બીજું ગીત ઈશ્ક જેસા કુછ રિલીઝ કર્યું છે. આ ગીતમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની હોટ કેમેસ્ટ્રી ડાન્સ ફ્લોર પર આગ લગાવી રહી છે. 

ઈશ્ક જેસા કુછ ગીતને વિશાલ, શેખર, શિલ્પા રાવ અને મેલો ડીએ ગાયુ છે. તો આનું મ્યુઝીક વિશાલ અને શેખરની જોડીએ કંપોઝ કર્યું છે. આ સિવાય ગીતને ગીતકાર કુમારે લખ્યું છે. ગીતને સમુદ્ર કિનારે ફિલ્માવવામાં આવ્યું છે. અહીંયા દીપિકા પાદુકોણ ખૂબજ હોટ લાગી રહી છે. 

ગીતમાં બંન્ને સ્ટારના ડાન્સ મૂવ્સ જોરદાર લાગી રહ્યા છે. આને જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. રિલીઝના માત્ર થોડા જ સમયમાં આ ગિતને 5 લાખથી વધારે લોકોએ જોયું છે. ટિઝર રિલીઝ કરવામાં આવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર આ ગીતને લઈને ખૂબજ હંગામો મચી ગયો છે. આપને જણાવી દઈએ કે, એક સપ્તાહ પહેલા ફિલ્મનું પાર્ટી થીમ સોંગ શેર ખુલ ગએ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતને યુ-ટ્યુબ પર 31 મિલિયનથી વધારે લોકોએ જોયું છે. 

ક્રિસમન અને ન્યૂ યર પહેલા રિલીઝ કરવામાં આવેલું આ ગીત ન્યુ યર પાર્ટીના જશ્નમાં ચાર ચાંદ લગાવવા માટે તૈયાર છે. તો ફેન્સ પણ આ ફિલ્મની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ એક્શન ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં ઋતિક રોશન અને દીપિકા સિવાય અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબોરોય, સંજીદા શેખ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે.