સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક: બે અજાણ્યા લોકો ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા

સલમાન ખાનના ફાર્મ હાઉસમાં બે અજાણ્યા શખ્સ ઘૂસી ગયા

Share:

તાજેતરમાં જ બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે, ત્યારે આજે જે ઘટના બની છે તેને લઈને સલમાન ખાનની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે. 

નવી મુંબઈના પનવેલ સ્થિત અભિનેતાના ફાર્મ હાઉસમાં બે શકમંદોએ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ આ બે લોકોને પકડી લીધા છે. એક અહેવાલ અનુસાર પ્રાથમિક પૂછપરછ બાદ તેઓને પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે. પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી હતી. હાલ પોલીસ આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે અને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘુસવા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.  પોલીસને બંને આરોપીઓ પાસેથી નકલી આઈડી કાર્ડ પણ મળી આવ્યા છે, જોકે તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નથી.