Ahmedabadમાં ભારતની પહેલી Bullet Trainનું ટર્મિનલ લગભગ તૈયાર, Videoમાં જોવું કેવુ લાગે છે?

Ahmedabad Bullet Train: દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. જેને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી છે. રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન સ્ટેશનનો વીડિયો શેર કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • સાબરમતીમાં ટર્મિનલ બનીને લગભગ તૈયાર થઈ ગયુ
  • રેલવે મંત્રીએ શેર કર્યો બુલેટ ટ્રેન ટર્મિનલનો વીડિયો
  • વીડિયોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી

First Bullet Train Station :  લાંબી રાહ જોયા બાદ હવે અમદાવાદમાં દેશની પહેલી બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર થઈ જવાના આરે છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લગભગ તૈયાર થઈ ગયેલું દેશના પહેલાં બુલેટ ટ્રેનનો વીડીયો આપણાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો છે. લોકો પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે. મહત્વનું છે કે, દેશની પહેલી આ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલશે. આ ટ્રેનને તૈયાર કરવા માટે ભારતે જાપાનની મદદ લીધી છે. હવે ટૂંક સમયમાં અમદાવાદીઓ મુંબઈ પહોંચવા માટે બુલેટ ટ્રેનની સેવા મેળવી શકશે. 

2.7 કલાકમાં મુંબઈ પહોંચાડશે 
ભારતમાં તૈયાર થવા જઈ રહેલી આ બુલેટ ટ્રેન માત્ર બે કલાક અને સાત મિનિટમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે. જો કે, આ બુલેટ ટ્રેનનું નિર્માણ કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પહેલાં અમદાવાદના સાબરમતીમાં એક્સટેન્શનમાં મલ્ટી જંક્શન બનીને તૈયાર થઈ ગયા છે. બુલેટ ટ્રેન યોજનાને લઈ પહેલીવાર સરકાર દ્વારા તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. 

ભારતીય સંસ્કૃતિની ઝાંખી 
રેલવે મંત્રી જે વીડિયો શેર કરવામાં આવ્યો છે, એમાં બુલેટ ટ્રેન ટર્મિનલનો નજારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ લાઈક, શેર કરી રહ્યાં છે. આ ટર્મિનલમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં અત્યંત આધુનિક ટેકનોલોજી અને ભારતીય પરંપરા જોવા મળી રહ્યાં છે. 

350 કિમી પ્રતિ કલાકની ઝડપ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ બુલેટ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ભારતમાં દોડતી અત્યારસુધીની સૌથી ફાસ્ટ ટ્રેન હશે. બુલેટ ટ્રેન માટે ખાસ પ્રકારના સ્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રેનની અંદર મુસાફરી કરતા મુસાફરોને પણ આરામદાયક સુવિધા મળશે. અમદાવાદથી મુંબઈનું 508 કિમીનું અંતર બે કલાક અને સાત મિનિટમાં ટ્રેન કાપશે.