Ambardi Safari Park: પ્રવાસન વધારવા રૂ. 21.63 કરોડનો ખર્ચો કર્યો સરકારે!

વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગુજરાત, આંબરડી સફારી પાર્ક રાજ્યનું ગૌરવ છે, પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : પ્રવાસન અને વન,પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા

Courtesy: ambardi safari park

Share:

હાઈલાઇટ્સ

  • પ્રવાસન અને વન, પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ

ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે સિંહનો આ વિસ્તારમાં વસવાટ ! દર વર્ષે અમરેલી
જિલ્લાના ધારી તાલુકાના આ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ સફારી પાર્કમાં વિવિધ 
પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીરનું કુદરતી સૌંદર્ય અને ગીરના 
ડાલામથ્થા સિંહ પ્રવાસીઓને આકર્ષે છે. વેકેશન દરમિયાન વિવિધ રાજ્યો અને વિવિધ દેશના પ્રવાસીઓ  ગીરમાં મહેમાન બનીને 
ગીરના અદભૂત સૌંદર્યને માણે છે. આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના 
પ્રવાસન અને વન, પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું હતું.

 રુ. ૨૧.૬૩ કરોડના ખર્ચે બે ફેઝમાં રિસેપ્શન ડેસ્ક, ઇન્ટર પ્રિટેશન સેન્ટર, સોવેનિયર શોપ, વેઇટીંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગની
 વ્યવસ્થા, વેઇટીંગ લોંજ, સેનિટેશન સુવિધા, પાથ વે, સીસીટીવી કેમેરા, આકર્ષક ગેટ સ્ક્લ્પચર સહિતની સુવિધાઓ વિકસિત કરવામાં 
આવી છે. આંબરડી સફારી પાર્ક ખાતે બ્રોન્ઝ લાયન સ્કલ્પચર, મેટલ સિંહ અને હરણનું સ્કલ્પચર, એમ્ફી થિયેટર સહિત વિવિધ પશુ-પક્ષીઓના સ્કલ્પચર પણ પ્રવાસીઓ માટે આકર્ષણ બનશે. આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા,  ધારી-બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે પ્રવાસન અને વન, પર્યાવરણ મંત્રી મૂળુભાઈ 
બેરાએ જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસકાર્યો માટે કાર્યરત છે. 
ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. આંબરડી સફારી પાર્ક રાજ્યનું ગૌરવ છે, પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ 
મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. રાજ્ય સરકારે પ્રવાસનની સુવિધાઓમાં 
ઉમેરો થાય અને તે વિકસિત થઈ શકે તે માટે વધુ અનુદાન ફાળવવા માટે વ્યવસ્થા કરી છે.

મંત્રીએ આંબરડી સફારી પાર્ક અને તેની વિશેષતાઓ વિશે નાગરિકો જ્ઞાત થાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંત્રીએ 
ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રવાસન સ્થળોના તબક્કાવાર વિકાસની ગુજરાત રાજ્ય સરકારની નેમ છે.

આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, ધારી તાલુકા 
પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યઓ,તાલુકા પંચાયત સભ્યો, વન સંરક્ષક  ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિકારી 
 વોરા, એ.સી.એફ ત્રિવેદી સહિત વન વિભાગ ધારી પૂર્વના અધિકારી-કર્મચારીઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા 
હતા.