Video: જુનાગઢ SP મીઠાઈ લઈને ઘરડાઘરમાં પહોંચ્યાઃ વૃદ્ધોની ખુશીનો પાર ન રહ્યો!

જિલ્લા પોલીસવડાને પોતાના ત્યાં જોઈને ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોની પણ ખુશીનો પાર નહોતો રહ્યો.

Share:

હાઈલાઇટ્સ

  • જુનાગઢ જિલ્લા પોલીસવડાની ઘરડાઘરની મુલાકાતનો એક વિડીયો વાયરલ થયો છે અને લોકો તેમની ખૂબજ પ્રશંસા કરી રહ્યા છે. 
  • આપણે કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનતા હોઈએ, પણ સૌથી મોટો ધર્મ માનવતા છે.

જુનાગઢ પોલીસ ગુનેગારોને પકડીને કડક સજા તો કરેજ છે પરંતુ એ સિવાય જુનાગઢ પોલીસ અને જુનાગઢ પોલીસના SP હર્ષદ મહેતા સામાજીક કાર્યો કરીને લોકોના દિલ પણ જીતી લે છે. 

 

જુનાગઢ એસપી હર્ષદ મહેતાનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે. એસપી મહેતા ઘરડાઘરની મુલાકાતે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડાને પોતાના ત્યાં જોઈને ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોની પણ ખુશીનો પાર નહોતો રહ્યો. જુનાગઢ જિલ્લા પોલીસવડાની ઘરડાઘરની મુલાકાતનો એક વિડીયો વાયરલ થયો છે અને લોકો તેમની ખૂબજ પ્રશંસા કરી રહ્યા છે. 

પ્રસ્તુત વિડીયોમાં જોઈ શકાય છે કે, જુનાગઢ જિલ્લા પોલીસવડા ઘરડાઘરમાં પહોંચ્યા છે અને ત્યાં એક વૃદ્ધ દાદીમાં સાથે બેઠા છે. એસપી મહેતા એ બાને પૂછે છે કે, બા મીઠાઈ ખાવી છે ને? શિંગપાક... ત્યારે આનંદમાં ઓતપ્રોત થઈ ગયેલા એ વૃદ્ધ દાદીમાં એસપીને કહે છે કે, મને તો આ શિંગપાક કરતા આપ આવ્યા એનો વધારે આનંદ થયો. દાદીમાંનો જવાબ સાંભળીને જુનાગઢ એસપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ખુશ થઈ જાય છે. દાદીમાં એસપી હર્ષદ મહેતાને કહે છે કે તમે મને હવે કાયમ મળવા આવજો. 

કોઈક પરિસ્થિતિના કારણે ઘરડાઘરમાં પહોંચેલા આ દાદીમાના ચહેરા ઉપર જુનાગઢ જિલ્લા પોલીસવડાના એક માનવીય અને લાગણીશીલ પ્રયાસ દ્વારા અપાર ખુશી છલકી. 

આપણે કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનતા હોઈએ, પણ સૌથી મોટો ધર્મ માનવતા છે. જ્યારે તમે કોઈના ચહેરા પર ખુશી આવે એવા કાર્યો કરો છો, ત્યારે તમારે ઈશ્વર, અલ્લાહ કે જીસસ પાસે પોતાના માટે કંઈજ માંગવું પડતું નથી. પરમાત્માએ ઘડેલા લોકોના ચહેરા પર ખુશી લાવનાર વ્યક્તિને એ પરમસત્તા ક્યારેય દુઃખી થવા દેતી નથી.
 

Tags :