ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્ની અમદાવાદમાં

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા પધાર્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Courtesy: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Share:

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ 
ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર
 સ્વાગત કર્યું હતું. 

અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા,  રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ
કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, એરફોર્સના એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્યના ચીફ 
પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર  પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી 
ઉપરાષ્ટ્રપતિશ્રી અને તેમનાં ધર્મપત્નીને આવકાર્યા હતા.