Vibrant Gujarat 2024: જાણો કયા રસ્તાઓ ડાઈવર્ટ કરાયા છે અને ક્યાં છે નો પાર્કિંગ ઝોન... વાંચો સંપૂર્ણ વિગતો!

આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદ-ગાંધીનગરમાં ટ્રાફિક, પાર્કિગ અને રસ્તાઓની વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. 

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • તંત્ર દ્વારા વૈકલ્પીક માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

આગામી 10 જાન્યુઆરીથી ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટની શરૂઆત થઈ રહી છે. વાઈબ્રન્ટ સમિટને આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે તેને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે. તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો આવવાના હોવાથી સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી એસપીજી સુરક્ષા કેટેગરી ધવાવે છે અને આ સિવાયના અન્ય મહાનુભાવોના પણ અલગ-અલગ સિક્યુરીટી પ્રોટોકોલ્સ હોય છે. ત્યારે આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદ-ગાંધીનગરમાં ટ્રાફિક, પાર્કિગ અને રસ્તાઓની વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. 

Alternative routes
Alternative routes

નો પાર્કિંગ ઝોન (9 થી 13 જાન્યુઆરી સુધી)

  • ચ-0 થી ચ-5 સુધીનો મેઈન રોડ 
  • ઘ-0 થી ઘ-5 સુધીનો મેઈન રોડ 
  • ગ-0 થી ગ-5 સુધીનો મેઈન રોડ 
  • ખ-0 થી ખ-5 સુધીનો મેઈન રોડ 
  • ચ-3 થી ખ-3 સુધીનો રોડ નંબર-3
  • મહાત્મા મંદિરથી સાયન્સ-કોમર્સ કોલેજ બાજુથી ગ-4 થી ઘ-4થી ટાઉનહોલ તરફ જતો સેન્ટ્રલ વિસ્ટા સર્વિસ રોડ 
  • રોડ નં.3 થઈ હોટલ હવે તરફ જતો એપ્રોચ રોડડ અખબાર ભવન સુધી 
  • વૈષ્ણોદેવી સર્કલથી ઈન્દ્રોડા સર્કલ અને જ રોડ સેક્ટર-30 સર્કલ સુધીનો રોડ 
  • ઈન્દીરાબ્રીજથી ઈન્દ્રોડા સર્કલ સુધીનો રોડ 
  • શાહપુર સર્કલથી બાયપાસ સરગાસણ ચોકડી સુધીનો રોડ 
  • શાહપુર સર્કલથી બાપાસીતારામ ચોકડી થઈને ગીફ્ટ સીટીના ક્લબ સુધીનો રોડ 

વન-વે રોડ (9 થી 13 જાન્યુઆરી સુધી)

  • ચ-રોડ BSNL કટથી બેંક ઓફ બરોડા થઈ ઉદ્યોગભવન થઈને ઘ-4 થઈને ગ-4 મહાત્મા મંદિર તરફ જવા માટેનો વનવે રોડ 
  • મહાત્મા મંદિરથી સાયન્સ કોલેજ બાજુથી ગ-4 થઈ ઘ-4 થઈને ટાઉનહોલ તરફ જતો દફતર ભંડાર (હેલીપેડ ટી પોઈન્ટ) જવા માટેનો વન વે રોડ 

જાહેર જનતાને આ રસ્તેથી પ્રવેશ નહીં મળે 
(9થી12 જાન્યુઆરી, સવારના 6 થી રાત્રીના 11 વાગ્યા સુધી)

ચ-0 સર્કલથી સેક્ટર 30 સુધીનો રોડ જાહેર જનતા માટે બંધ 

વૈકલ્પીક માર્ગઃ ચ-0 સર્કલથી ચ રોડ થઈ ચ-7 થી સેક્ટર 30 તરફ પ્રવેશ કરી શકાશે 
વૈકલ્પીક માર્ગઃ સેક્ટર 30 સર્કલથી રોડનંબર – 7 થઈને ચ રોડ તરફ પ્રવેશ કરી શકાશે 

વાવોલ ગામ તરફથી રેલવે ક્રોસિંગ થઈને ખ-3 તરફ આવતો રોડ જાહેર જનતા માટે બંધ 
વૈકલ્પીક માર્ગઃ વાવોલથી ક રોડ, ક-5 સર્કલ થઈ ક-6 સર્કલ (GIDC સર્કલ) થઈ ક-7 રોડ પર થઈને ગાંધીનગરમાં પ્રવેશી શકાશે. 

ક-રોડ હોટલ લીલા કટથી રેલવે ક્રોસીંગ (અંડરપાસ) થઈ ખ. રોડ GEB કટ તરફ આવતો રોડ જાહેર જનતા માટે બંધ 
વૈકલ્પિક માર્ગઃ વાવોલથી ક-રોડ, ક-5 સર્કલ, થઈ ક-6 સર્કલ (GIDCસર્કલ) થઈને ક-7 રોડ નંબર 7 પર થઈને ગાંધઈનગરમાં પ્રવેશી શકાશે. 


    
આ રસ્તા પર ભારે વાહનો નહીં જઈ શકે 
(9 થી 13 જાન્યુઆરી, સવારના 6 થી રાત્રીના 11 વાગ્યા સુધી)

રાણાસણ સર્કલ (નાના ચિલોડા)થી એપોલો સર્કલ થઈને વૈષ્ણદેવી સર્કલ સુધીના રીંગ રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ 
વૈકલ્પીક માર્ગઃ નાના ચીલોડાથી રીંગ રોડ ઉપર આવતા ભારે વાહનો મોટા ચીલોડા થઈને સેક્ટર-30 સર્કલ થઈને ઘ-7, ક-7 ત્રણ રસ્તા વાવોલ ગામ, ઉવારસદ ગામ, ઉવારસદ બ્રિજ નીચે થઈને બાલાપીર સર્કલ મહેસાણા તરફ તથા બાલાપીર સર્કલથી ઝુંડાલ સર્કલ થઈ એસ.પી.રીંગ રોડ તરફ જઈ શકાશે 

 

વૈષ્ણોદેવી સર્કલથી એપોલો સર્કલ થઈ નાના ચીલોડા સુધીના રીંગ રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ 

ઓગણજ સર્કલથી વૈષ્ણોદેવી અંડરબ્રિજ થઈને ઝુંડાલ સર્કલથી, બાલાપીર સર્કલ થઈ ઉવારસદ બ્રિજ નીચે ઉવારસદ, વાવોલ ગામ થઈને ક-7 ત્રણ રસ્તા, સેક્ટર-30 સર્કલ થઈને મોટા ચીલોડા થઈને નાના ચીલોડા રિંગ રોડ જઈ શકાશે. 

 

નોંધઃ વાઈબ્રન્ટ સમિટ માટે ટ્રાફિક, પાર્કિંગ અને રસ્તાઓને લઈને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેનો કોઈ ભંગ કરશે તો તેના સામે કલમ-135, પેટા કલમ-3 તથા ભારતીય દંડ સંહિતા-1860 ના પ્રકરણ 10 ની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.