Vibrant 2024 Begins: વિશ્વ નેતાઓ એક પ્લેટફોર્મ પર

આજે આખો દિવસ વડાપ્રધાન વિશ્વના નેતાઓ સાથે જુદા જુદા ક્ષેત્રોમાં એમઓયુ કરશે

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાત ફરી એક વાર વિશ્વ ફલક પર

આજથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે ત્યારે તેના પ્રથમ ચરણમાં 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશ્વ નેતાઓ સાથે એક સાથે એક પ્લેટફોર્મ પર જોવા મળ્યાં હતા. વર્ષ 2003 માં 
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવામાં
આવ્યુ હતું. ત્યારે 2024 માં અત્યારે એવો સમય આવી ગયો છે કે, ગુજરાતની વાઈબ્રન્ટ સમીટ આખા વિશ્વમાં લોકપ્રીય બની છે. 

Vibrant Gujarat Global Summit
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત વડા પ્રધાન સાથે અન્ય દેશના આગેવાનો સાથે Government of Gujarat

આ એક પ્રખ્યાત મંચ છે કે જે વ્યાવસાયીક જોડાણને પ્રોત્સાહન આપે છે. આ સિવાય અહીંયા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય છે, મોટી 
અને મહત્વની ડિલ્સ થાય છે.

સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન થયા પછી, તેઓ અગ્રણી વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે ચર્ચામાં જોડાશે. બાદમાં 
લગભગ 5.15 વાગ્યાની આસપાસ, વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ દરમિયાન પ્રભાવશાળી વ્યવસાયિક વ્યક્તિઓ 
સાથે વાર્તાલાપ કરવા માટે ગિફ્ટ સિટી જશે.