Vibrant Gujarat Global Summit 2024: Start Ups ના કારણએ ૨૫ હજારથી રોજગારીનું નિર્માણ: જે પૈકી ૧૫ હજારથી વધુ મહિલાઓ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક સેમિનાર યોજાયો

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ભારત સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે વિશ્વનો ત્રીજો દેશ બની ગયો
  • સ્ટાર્ટઅપ ઈન્ડિયા માટે રૂ. 700 કરોડની સીડ ફંડ યોજના પણ અમલમાં મુકવામાં આવી

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના દ્વિતીય દિવસે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉધોગોના વિકાસની સંભાવના વિષયક સેમિનાર ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાર હજારથી વધુ મહિલા ઉધમી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર નીતિને કારણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ પેટન્ટ અપાયા છે. વર્ષ ૨૦૧૫ની ૭મી વાયબ્રન્ટ સમિટમાં નવી ઔધોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી. જે આગામી ૨૦ વર્ષ સુધી અમલમાં રહેશે. વર્ષ ૨૦૧૭ બાદ ઔધોગિક રોકાણમાં ગુજરાત અગ્રેસર 
રહ્યુ છે. ભારત સરકારના વાણિજય અને ઉધોગ વિભાગના સેક્રેટરી રાજેશકુમાર સિંધે સ્ટાર્ટઅપ્સની વાત કરતા કહ્યુ હતું કે, સ્ટાર્ટઅપ્સને કારણે ૨૫ હજારથી વધુ લોકો માટે રોજગારીનું નિર્માણ થઇ રહ્યુ છે. જેમા ૧૫ હજારથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજયની શાળાઓમાં આઇ-હબના માધયમથી સ્ટાર્ટઅપ્સની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે એક કરોડ રૂપિયાનું ફંડ આનમત રખાયું છે. વર્ષ ૨૦૨૦ બાદ નવી નીતિથી ગ્રામિણ ક્ષેત્રે પહોચવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારત સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોટર 
ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ),  ભારત સરકારના સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સંભાળ રાખે છે. એમણે કહ્યું કે, અમારા વિભાગ દ્વારા 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી તે સમયે લગભગ 300 સ્ટાર્ટઅપ્સ હતા. અમારા વિભાગ દ્વારા સૌ પ્રથમ 10,000 કરોડ રૂપિયાની ભંડોળ સાથે 129 ઉદ્યોગ લાયક સ્ટાર્ટઅપ્સને નાણાં આપવા આપવામાં આવ્યા હતા. આજે 915 સ્ટાર્ટઅપ્સને રૂ. 70,000 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા માટે રૂ. 700 કરોડની સીડ ફંડ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. 

અત્યાર સુધીમાં 21,000 થી વધુ DPIA માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. GEM પોર્ટલ ઉપર ઓનબોર્ડ થયા છે અને અત્યાર સુધીમાં રૂ. 17,000 કરોડથી વધુની કિંમતના 2 લાખથી વધુ વર્ક ઓર્ડર મળ્યા છે. સ્ટાર્ટઅપ્સને સરળતા મળી રહે તે માટે બેંકો, નાણાકીય કંપનીઓ અને AIF દ્વારા ક્રેડિટ ગેરંટી પ્રદાન કરવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર હવે સ્ટાર્ટઅપ્સ માટે અલગ ભંડોળ સાથે એક અલગ ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિ પર કામ કરી રહી છે, સ્ટાર્ટઅપ્સને કારણે સંરક્ષણ શસ્ત્રના નૌકાદળ મોટા પાયે ઓર્ડર મળી રહ્યાં છે.    


iCreate ના સીઈઓ અવિનાશ પુણેકરે સ્ટાર્ટઅપના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, દેશમાં ૧૯૯૦ના અંત સુધીમાં સ્ટાર્ટઅપની સંખ્યાના આંગળીના ટેરવે ગણી શકાય તેમ હતી. તેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપોત્ર વધારો થયો છે. દેશમાં ઈકો સિસ્ટમના અનુકૂળ વાતાવરણના પરિણામે ભારતમાં ત્રીજુ સૌથી મોટું ઈકોસિસ્ટમ હબ બન્યુ છે. ઈન્ડસ્ટ્રીઝના સર્પોર્ટથી ઉભરતા સ્ટાર્ટ અપમાં નવા પ્રાણ ફુંકાઈ રહ્યા છે. દેશમાં સ્ટાર્ટઅપ માટે ગુજરાતે પ્રથમ સ્ટાર્ટઅપ પોલિસી અમલી બનાવી છે. ગુજરાત સરકારે સ્ટાર્ટઅપને સપોર્ટ કરતા ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી મોખરે છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ગુજરાતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

જય યાજ્ઞિકે સ્ટાર્ટઅપમાં નવા ટ્રેન્ડ્સ વિશે માહિતી આપતા કહ્યું હતું કે,  ટેક્નોલોજીના યુગમાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને જનરલ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વિશેષ મહત્વના ક્ષેત્રો બનીને ઉભરી આવ્યાં છે. આવનારા વર્ષોમાં એઆઈની માંગ વધશે અને દરેક સેક્ટરમાં કાર્યક્ષમતા પ્રમાણે એ ઉપયોગી નિવડશે. આજના જમાનોમાં જનરલ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ એક નવો ટ્રેન્ડ બની ગયો છે.

આઈહબના સીઈઓ હિરન્મય મહંતાએ કહ્યું કે, ગુજરાતમાં સ્ટાર્ટ અપ ક્ષેત્ર ઘણી ઉન્ન્તી કરી છે. ૨૦૧૫માં રાજ્યમાં માત્ર ૨૫ સ્ટાર્ટઅપ હતા જે વધીને આજે નવ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. સ્ટાર્ટઅપને વેગવંતુ બનાવવા ગુજરાત સરકારની સ્ટાર્ટ અપ  પોલિસી કારગત સાબિત થઈ રહી છે. સ્ટાર્ટઅપના લીધે દરેક ક્ષેત્રમાં નવી રોજગારી ઉભી થઈ રહી છે. કોવિડના સમયમાં વાર્ષિક વન યુનિકોન બનતી હતી જે વધીને વન યુનિકોન પ્રતિ વન વીક બની રહી છે. ગુજરાતમાં પાંચ યુનિકોન કંપની શરૂ થઈ છે જેમાં પ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે. ૩M - મની માર્કેટ અને મેન્ટોરની પોલિસી ઉપર ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલિસી કામ કરી રહી છે. અમારુ લક્ષ્ય રાજ્યના દરેક જિલ્લા – તાલુકામાં સ્ટાર્ટઅપને પહોંચાડવાનું છે. પોલિસી લેડ ઈનોવેશન અમે સ્ટાર્ટઅપમાં મહિલા લીડરને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. સ્ટાર્ટઅપમાં મૂડીરોકાણથી રાજ્યને આર્થિક વિકાસને વેગ મળશે અને રાજ્યના વેપાર-વ્યવસાયમાં ટેક્નોલોજીના યુગનો ઉદય થશે. 

સ્ટાર્ટઅપ્સ કેવી રીતે ભારત દેશને મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટેના વિષય ઉપર ઓપન ડાયલોંગ યોજાયો હતો. જેમાં પેન્લિસ્ટ તરીકે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને DPIITના સંયુક્ત સચિવ સંજીવ આઈઆરએસ, સ્વિટ્ઝર્લેન્ડ JPEG કન્વીનર પ્રો. ડો. તૌઉરદ ઈબ્રાહિમી જેપીઈજી કન્વીજર, યુનાઇટેડ સ્ટેટ્સ - IBM સુરક્ષા નિષ્ણાત લેબ્સના કૃષ્ણ યેલેપેડી, યુનાઇટેડ સ્ટેટ્સ ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટના ડો.પીયુષ દેસાઈ, પોર્ટલેન્ડના ક્લાર્કવિસ્ટ ગ્રેગરી મૌરર, નીતિ આયોગ અને અધ્યક્ષ અને મિશન ડિરેક્ટર, અટલ ઇનોવેશન મિશન (AIM)ના ડૉ. ચિંતન વૈષ્ણવ તેમજ બીજા સેન્સસમાં રાષ્ટના નિર્માણ માટે જરૂરી ઈકોસિસ્ટમ ઉભી કરવા વિશે પર વકત્વય યોજાયું હતું અને ગુજરાત સરકારના એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ 
કમિશ્નર (IAS) કુલદીપ આર્ય  અને જીએમડીસીના મેનેજીંગ ડાયરેક્ટર રૂપવંતસિંહ સહિત વિદ્યાર્થીઓ, ઉદ્યર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.