સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા AMCના UCD વિભાગ દ્વારા સેમિનારનું આયોજન

સાયબર ક્રાઇમ કઈ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનાથી બચી શકાય છે તે વિશે નાગરિકોને માહિતગાર કરવાના શુભ આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેમિનાર યોજીને સમજ આપવામાં આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજી લોકોને સમજણ અપાઈ

અમદાવાદ: જેમ-જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાયબર ક્રાઇમના વધતા કેસોના કારણે ઘણા પરિવારો હેરાન પરેશાન થઈ ગયા છે. સાયબર ક્રાઇમ કઈ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનાથી બચી શકાય છે તે વિશે નાગરિકોને માહિતગાર કરવાના શુભ આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી વિભાગ દ્વારા પુર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં રીંગ રોડ ખાતે આવેલા આશ્રયગૃહ કેમ્પસમાં ICICI ફાઉન્ડેશનના સહયોગથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

સેમિનારમાં સોશીયલ મીડીયા સંબંધિત ફ્રોડ, ઓનલાઈન ડેબીટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ (નોકરી સંબંધિત ફ્રોડ), મેટ્રીમોનીયલ ફ્રોડ વિગેરે જેવા સાયબર ક્રાઇમ કઈ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનાથી બચી શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.