Western railway paper leak: સીબીઆઈનું સુરત, અમલેરી અને નવસારી સહિત 12 જગ્યાએ સર્ચ ઓપરેશન

નોન ગ્રેજ્યુએટ કેટેગરીમાં જુનિયર ક્લાર્કની હતી જ કોમ્પ્યુટર આધારિત હતી. મુંબઈના એ પ્રાઈલેટ ફર્મને એક્ઝામિનેશન  કંડક્ટીંગ એજન્સી તરીકે કામ આપવામાં આવ્યું હતું. 

Courtesy: sundayguardianlive

Share:

હાઈલાઇટ્સ

  • જે ઉમેદવારોએ પૈસા આપ્યા હતા તેમને અગાઉથી જ પ્રશ્નપત્ર  અને ઉત્તરો બતાવી દેવામાં આવ્યા હતા

વેસ્ટર્ન રેલ્વેના રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવામાં આવેલી જનરલ ડિપાર્ટમેન્ટલ કોમ્પીટીટીવ એક્ઝામ (જીડીસીઈ)ની પરીક્ષાના 
પેપર અને ઉત્તરવહી લીંક થવાની ઘટનામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન
(સીબીઆઈ) દ્વારા આજે સુરત, અમરેલી, નવસારી, મુંબઈ અને બક્ષર સહિત 12 જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં 
આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈને કેટલાક ડિજીટલ પુરાવાઓ અને ગુનાહિત દસ્તાવેજો પણ મળ્યાં હોવાનું
સીબીઆઈ દ્વારા તેમના સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

પેપર લીક બાબતે વેસ્ટર્ન રેલ્વેના એક અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેમાં રેલ્વેના જ કેટલાક અધિકારીઓ અને
મુંબઈની એક ખાનગી કંપનીના કર્મચારી પર પેપર અને ઉત્તપવહી લીક કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા
મુંબઈ ખાતેની વેસ્ટર્ન રેલ્વે દ્વારા જીડીસીઈ માટે પરીક્ષા લેવામાં આવી હતી. 
આક્ષેપ એવો કરવામાં આવ્યો હતો કે 3જી જાન્યુઆરી 2021ના રોજ લેવાયેલી પરીક્ષા કે જેમાં 8603 જેટલા ઉમેદવારો બેઠા
હતા તેમને કાંતો વ્હોટ્સએપ દ્વારા કે પછી કેટલાકને ભેગા કરીને પેપર અને ઉત્તરવહી બતાવી દેવામાં આવી હતી. ઉપરોક્ત
પરીક્ષા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મુંબઈ અને ઈંદૈાર સહિત 28 જુદા જુદા સેન્ટર પર લેવામાં આવી હતી. આ પરીક્ષા
નોન ગ્રેજ્યુએટ કેટેગરીમાં જુનિયર ક્લાર્કની હતી જ કોમ્પ્યુટર આધારિત હતી. મુંબઈના એ પ્રાઈલેટ ફર્મને એક્ઝામિનેશન 
કંડક્ટીંગ એજન્સી તરીકે કામ આપવામાં આવ્યું હતું. 

એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જે ઉમેદવારોએ પૈસા આપ્યા હતા તેમને પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પ્રશ્નપત્ર 
અને ઉત્તરો અગાઉથી જ બતાવી દેવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરીક્ષાના કેટલાક દિવસો પછી આ તમામ ઉમેદવારોને
એક વેરીફાઈડ ના હોય તેવી વ્હોટ્સએપ લીંકથી રીઝલ્ટ પહોંચાડી દેવામાં આવ્યા હતા.