Makar Sankrant: 1000 ટુ વહીલરમાં દોરી કવચ લગાવ્યા વિની મૂલ્યે...

ATCC સંસ્થા દોરી કવચ છેલા 10 વર્ષથી દોરી કવચ લગાવવાનુ કામ વિના મૂલ્ય કરે છે. આ વર્ષે 1000 જેવા ટુ વ્હીલર ગાડીમાં કવચ લગાવાનુ આયોજન છે.

Courtesy: સફફન અન્સારી

Share:

હાઈલાઇટ્સ

  • ટુ વ્હીલર 2 કરતા વધારે સવારી ના હોવી જોઈએ,  ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું જેથી અકસ્માત ટાળી શકાય
  • બચવા માટે દોરી કવચ ટુ વ્હીલર ગાડીમાં લગાવવામાં આવે છે જે માર્કેટમાં કિંમત 50 રૂપિયા છે

સફ્ફન અન્સારી 

દરવર્ષે હજારો માણસો પતંગની દોરી મૃત્યુ પામે છે અને તેના કારણે થતા અકસ્માતો રોકવા માટે દોરી કવચ અભિયાન  
ACTIVE TRAFFIC CONSULTATIVE COMMITEE (ATCC) દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. 
ATCC છેલ્લા દસ વર્ષોથી આ સેવા કરી રહ્યું છે. સોમવારે સવારે અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલા સેન્ટર પોઈન્ટ 
પાસે ટુ વ્હીલર રાઈડરને રોકીને તેમની સંમતિ સાથે તેમને દોરી કવચ લગાવી આપવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં 
પણ આ ઝૂંબેશ ચાલુ રહેશે તેવું ડો. પ્રવિણ કાનાબારે સૈરાષ્ટ્રકચ્છને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આ વખથે આશરે 
1000 જેટલા વાહનોને આ કવચ વિના મુલ્યે લગાવી આપવાનું આયોજન છે. 

Rakhsha Kavach
ડો. પ્રવીણ કાનાબારના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ વખતે આપણે માત્ર આપણી પતંગનું જ નહીં અન્યોના જીવનનું પણ ધ્યાન રાખવું જોઈેએ. સફ્ફન અન્સારી

ગુજરાતમાં ઉતરાયણ ખૂબ નાના મોટા સૌ કોઈ આનંદ  ઉલ્લાસ સાથે તહેવાર મનાવે છે. ઉત્તરાયણમાં ધાબા પર જઈને 
પતંગ ઉડાડવાની પતંગ પકડવાની મજા અલગ જ હોય છે. પરંતુ આ મજા  ઘણીવાર અકસ્માત સર્જાતી હોય છે. જે પતંગ 
કપાય જાય અને ગમેતે તે જગ્યા એ જાય છે, રોડ રસ્તા પર જેથી આવા જવા વાળા વ્યક્તિઓને ખૂબ  નડે છે, જેના કારણે 
લોકોને ઈજા થાય છે. ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વહીલર પર જતાં પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર, મોં ઉપર, આંખ 
ઉપર, કાન ઉપર તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે. તેથી બચવા માટે દોરી કવચ ટુ 
વ્હીલર ગાડીમાં લગાવવામાં આવે છે. જે માર્કેટમાં કિંમત 50 રૂપિયા છે. 

આ ઉપરાંત પશુ-પક્ષીનું પણ ધ્યાન રાખીને પતંગ ચગાવવા જોઈએ છે.  ATCC સંસ્થા દોરી કવચ છેલા 10 વર્ષથી દોરી 
કવચ લગાવવાનુ કામ વિના મૂલ્ય કરે છે. આ વર્ષે 1000 જેવા ટુ વ્હીલર ગાડીમાં કવચ લગાવાનુ આયોજન છે. ચાઈના 
દોરીનો વપરાશ અટકાવો જોઈએ છે. ટુ વહીલર પર વધુ સ્પીડમાં જતાં હોય તો આવી ઈજાઓ ગંભીરરૂપમાં થતી હોય 
છે અને આ ઇજાઓથી બચવા માટે હેલ્મેટ પહેરવું  ઊંચા કોલરના કપડાં કે ગળામાં  મફલર પહેરવાથી પણ આ પ્રકારના 
અકસ્માત ટાળી શકાય છે. ડો.પ્રવીણ કાનાબારે જે એ.ટી.સી.સી ના પ્રમુખ છે તેમના જણાવ્યા મુજબ  ટુ વ્હીલર 2 કરતા 
વધારે સવારી ના હોવી જોઈએ,  ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું જેથી અકસ્માત ટાળી શકાય. 
આ ઉપરાંત વાહનોને બને ત્યાં સુધી ઝડપથી નહીં ચલાવવા અને જો દોરી જોવું ગળામાં આવે તો તરત જ વાહનને બ્રેકમારી
ઉભી રાખી દેવું, તેમ ડો. કાનાબારે જણાવ્યું હતું.