Rajkot: કામ બાબતે માતાએ ઠપકો આપતા 23 વર્ષના યુવાને કરી આત્મહત્યા

રાજકોટમાં નાનામવામાં આવેલા ભીમનગરમાં 23 વર્ષના એક યુવકને તેની માતાએ કામ બાબતે ઠપકો આપતા તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અત્યારે યુવાનો નજીવી બાબતે આત્મહત્યા કરી લે છેઃ સમાજ માટે ચિંતાનો વિષય
  • રાજકોટના આ યુવાનને તેની માતાએ કામ કરવાનું જ કહીને સામાન્ય ઠપકો આપ્યો હતો, અને યુવાને કરી આત્મહત્યા

અત્યારના યુવાનોમાં સહનશક્તિ જરાય રહી નથી. નાની-નાની વાતમાં યુવાનો સ્યુસાઈડ કરી લે છે એના અનેક કિસ્સા આપણે જોયા છે. ત્યારે રાજકોટથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં નાનામવામાં આવેલા ભીમનગરમાં 23 વર્ષના એક યુવકને તેની માતાએ કામ બાબતે ઠપકો આપતા તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. 23 વર્ષીય યુવકે નજીવી બાબતે ગળે ફાંસો ખાતા પરિવારમાં અત્યારે ગમગીની છવાઈ ગઈ છે.

રાજકોટના નાનામવા મેઇન રોડ પર ભીમનગરમાં રહેતા દિપક વાઘેલા નામના યુવકે તેની ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં હુકમાં દોરડુ બાંધી ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, નજીકમાં રહેતા અન્ય એક યુવકની એના પર નજર પડી ગઈ હતી, આ લોકોએ તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો, તાત્કાલિક તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો પરંતુ ડોક્ટર્સના અનેક પ્રયાસો છતાંય આ યુવકનો જીવ બચાવી શકાયો નહોતો. 

બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. મૃતક ભંગાર વિણવાનું કામ કરતો પરંતુ ઘણા સમયથી તે બેકાર હતો. ગઇકાલે તેની માતાએ કામે જવા બાબતે તેને ઠપકો આપ્યો હતો. આ સિવાય આ યુવાનની માતાએ ઘર ચલાવવા માટે તેની પાસે થોડા પૈસા માંગ્યા હતા. હવે આ જ વાતનું આ યુવાનને લાગી આવ્યું હતું અને તેણે આત્મહત્યા કરી હતી. 
 

Tags :