વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની લેશે મુલાકાતઃ સાથે વિદેશી મહેમાનો પણ જોડાશે!

ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સાથે કેટલાક વિદેશી મહેમાનો પણ ફ્લાવર-શોની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. 

Share:

હાઈલાઇટ્સ

  • અચાનક બન્યો પ્લાનઃ ફ્લાવરશોની મુલાકાતે વડાપ્રધાન
  • ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફ્લાવર-શોને મળ્યું સ્થાન

વાઈબ્રન્ટ સમીટને લઈને ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવરશોની મુલાકાત લેવાના છે. ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સાથે કેટલાક વિદેશી મહેમાનો પણ ફ્લાવર-શોની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. 

અમદાવાદ ફ્લાવર શોમાં વડાપ્રધાન મોદી
અમદાવાદ ફ્લાવર શોમાં વડાપ્રધાન મોદી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે અમદાવાદમાં અદભુત ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યયું છે. આ વર્ષે કંઈક અલગ જ સ્કલ્પચર સાથે ફ્લાવર-શો શોભી રહ્યો છે. ત્યારે આ વર્ષે લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ 166 મીટર સાથે ચીનના નામે હતો. 

31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. બે વર્ષ બાદ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.

અમદવાદ ફ્લાવર શોમાં વડાપ્રધાન
અમદવાદ ફ્લાવર શોમાં વડાપ્રધાન

અમદાવાદમાં યોજાઇ રહેલા ‘ફ્લાવર શો’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 11 દિવસમાં 7 લાખ 60 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઇ ચૂક્યા છે અને તેનાથી અંદાજે રૂપિયા 3 કરોડથી વધુની આવક થયેલી છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીના થશે. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.