Vibrant Gujarat: વડા પ્રધાન મોડી રાત્રે ગુજરાત આવી પહોંચ્યા

રાજ્યપાલ અને મુખ્યમંત્રી અન્ય અધિકારીઓ સાથે એરપોર્ટ પર વડા પ્રધાનને આવકારવા હાજર રહ્યાં

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • રોકાણ દરમિયાન પક્ષના નેતાઓ સાથે આગામી ચૂંટણીની તૈયારીઓ વિશે પણ ચર્ચા કરે તેવી શક્યતાઓ
  • અમદાવાદ પોલીસ કમિશનર સહિત અનેક આઈએએસ અધિકારીઓ એરપોર્ટ પર હાજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી સાંજે વાયુ સેનાના વિમાન અમદાવાદ આવી પહોંચ્યા હતાં. મોદી બે તારીખ 10 અને
11 જાન્યુઆરીના રોજ યોજાનારા 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતમાં ભાગ લેવા માટે ગાંધીનગર રહેશે. જ્યાં તેઓ 
વિશ્વના જુદા જુદા રાજકીય નેતાઓ સાથે વાટાઘાટો કરશે. આ ઉપરાંત અધિકારીઓ વિશ્વના જુદા જુદા દેશના સીઈઓ
સાથે એમઓયુ પણ કરશે. 

વડાપ્રધાનના સ્વાગત અર્થે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ,અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યપાલ દેવવ્રત, મુખ્ય સચિવ કે કૈલાસનાથન, અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલેક અને અન્ય મંત્રીઓ હાજર રહ્યાં હતા. 

https://twitter.com/narendramodi/status/1744413038940475702?t=Upyl0lgJNZZ_63FbqIShSw&s=08

Prime Minister in Gujarat
Prime Minister in Gujarat Government of Gujarat