Gautam Adani:"તમે માત્ર ભવિષ્ટ જોતા જ નથી, તેને ઓપ પણ આપો છો"

અદાણીએ કહ્યું વડાપ્રધાન મોદીનું નેતૃત્વ અને સરકાર ખામી વગરના

Courtesy: VGGS

Share:

હાઈલાઇટ્સ

  • ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિટએ નરેન્દ્ર મોદીની અભૂતપૂર્વ દિર્ધદૃષ્ટિનો બેમિસાલ નમુનો
  • ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ ઉપર મોદીની હોલમાર્ક સિગ્નેચર

દસમાં વાબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતમાં પોતાનું વક્તવ્ય આપતાં અદાણિ ઈન્ડસ્ટ્રીઝમાં ગૈાતમ અદાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને 
કહ્યું કે તમે ભવિષ્ય ભાખતા જ નથી પણ તેને ઓપ પણ આપો છો. અદાણીએ વડાપ્રધાનની આગેવાની ભરપૂર પ્રશંસા કરી. ખાસ કરીને સોલર એલાયન્સ 
માટેની પહેલ અને જી20માં વડા પ્રધાનના પ્રભાવના પણ વખાણ કર્યા હતા. 

ભારત એવો દેશ હતો કે વૈશ્વિક સ્તરે પોતાનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કરતો હતો જ્યારે વડા પ્રધાન મોદીના પ્રયાસોના કારણે હવે ભારત એક એવો
દેશ બની ગયો છે કે જે અન્ય દેશને આગળ લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડે છે. જી20માં ગ્બોબલ સાઉથ એક મોર્ડન હિસ્ટ્રી છે. 

મોદી સૈાથી સફળ વડા પ્રધાન
2047માં ભારતને એક સંપૂર્ણ વિકસિત દેશ બનાવવાના અને ભારતને વિકસિત બનાવવા માટે યુવાનોને પ્રોત્સાહન આપવા સુધીમાં તમે એવી ખાતરી રાખી
છે કે આજનું ભારત વિશ્વના આવતીકાલને દિશા ચિંધનારુ બને. 

તેમણે વડા પ્રધાનને સીધા જ સંબોધતા કહ્યું કે ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિટએ તમારા અભૂતપૂર્વ દિર્ધદૃષ્ટિનો બેમિસાલ નમુનો છે.  જેની ઉપર તમારા
હોલમાર્ક સિગ્નેચર છે. પાછલા વર્ષોનો આંકડા નોંધનીય છે. 2017થી ભારતનો જીડીપી 185 ટકા જેટલો વધ્યો છે. આટલું જ નહીં વ્યક્તિગત આવક પણ વધી છે જેનો આંકડો 165 ટકા જેટલો છે. 

પ્રધાન મંત્રી તમે ફક્ત ભવિષ્યને જોતાં જ નથી પણ તેને ઓપ પણ આપો છો. તમે ભારતને સમગ્ર વિશ્વના સૈાથી ઝડપથી વિકસતુ રાષ્ટ્ર બનાવી દુીધું છે.