Video: જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન

અમદાવાદથી અયોધ્યા માટેની વિમાન સેવા શરૂ, ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા મુસાફરો.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદથી ગુજરાતની પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે રવાના થઈ
  • મુસાફરો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાવાનો છે. આ પહેલા અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજે રવાના થઇ હતી. આ દરમિયાન મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા.

અમદાવાદથી અયોધ્યા વચ્ચેની પ્રથમ ફ્લાઇટ શરૂ
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી ફ્લાઇટ દોડશે. અમદાવાદથી અયોધ્યા માટે પહોંચેલા મુસાફરોએ ફ્લાઇટની ઉડાન પહેલા ક્રૂ મેમ્બરને મીઠાઇ ખવડાવી હતી.

જુઓ વીડિયો

મુસાફરો અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવતા હવે અનેક સંતો-ભક્તો અયોધ્યા જઇને રામલલાના દર્શન આસાનીથી કરી શકશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ફ્લાઇટને શરૂ કરવામાં આવી છે જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.

મંદિરનો ઉદ્ઘાટન સમારોહ 16 જાન્યુઆરીએ શરૂ થશે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે સમાપ્ત થશે. અમદાવાદ એરપોર્ટ પર અયોધ્યાની મુલાકાતની ઉજવણી કરતા ભક્તોનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભક્તોએ ભગવાન રામની જેમ પોશાક પહેર્યો છે. એરપોર્ટ પર મુસાફરો ઉત્સાહિત છે અને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

ઈન્ડિગો એરલાઈન્સના સ્ટાફ સાથે તેઓ કેક કાપતા પણ જોવા મળ્યા હતા. ભક્તો "રામ લક્ષ્મણ જાનકી, જય કન્હૈયા લાલ કી" ના નારા પણ લગાવી રહ્યા હતા. અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવા બદલ પ્રશંસાના પ્રતીક તરીકે તેમને ભગવાન રામની પ્રતિમા પણ આપવામાં આવી હતી. ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી સવારે 09:10 વાગ્યે રવાના થઈ છે અને સવારે 11:00 વાગ્યે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ખાતે લેન્ડ થશે.

ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી શહેરને અમદાવાદ સાથે જોડતી પ્રથમ ફ્લાઈટમાં અયોધ્યા પહોંચ્યા. તેમણે કહ્યું કે, અમે અમદાવાદથી માત્ર બે કલાકમાં અહીં પહોંચી ગયા છીએ. આનંદની વાત છે...અમે પણ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લઈશું અને પછી 23મી જાન્યુઆરીએ નીકળીશું.