PM Modi: "૨૧મી સદીના વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે"

ભારતની જી-૨૦ અધ્યક્ષતા દરમિયાન વિશ્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • વાઇબ્રન્ટ સમિટ માત્ર રોકાણકારો નહીં પરંતુ યંગ ક્રિએટર્સ અને યંગ કન્ઝ્યુમર્સનાં સપનાંને સાકાર કરવાનું માધ્યમ
  • તમારાં સપનાં એ જ મારો સંકલ્પ! જેટલાં તમારાં સપનાં મોટાં હશે એટલો મારો સંકલ્પ મોટો હશે

૨૦ વર્ષોમાં વાઇબ્રન્ટ સમિટે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો 
માર્ગ કંડાર્યો છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું અને ઉમેર્યુ હતું કે  કે ૨૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીના વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. ભારતની જી-૨૦ અધ્યક્ષતા દરમિયાન વિશ્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. 

ભારત I2U2 અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સાથેની ભાગીદારી મજબૂત કરી રહ્યું છે. ‘વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર’નો સિધ્ધાંત વિશ્વ કલ્યાણની અનિવાર્ય આવશ્કતા બન્યો છે. ભારતનો વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્વકલ્યાણ માટે અનિવાર્ય અવશ્યકતા છે. ભારત દેશ વિશ્વમિત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતે વિશ્વને સમાન સામુહિક લક્ષ્યાંકો હાંસલ  કરી શકાય છે તેઓ વિશ્વાસ આપ્યો છે. વૈશ્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિભત્તા નિષ્ઠા પ્રયાસ અને કઠોળ પરિશ્રમ જ વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે. વિશ્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્વાસપાત્ર મિત્ર તરીકે, જન કેન્દ્રિત વિકાસમાં વિશ્વાસ રાખતા ભાગીદાર તરીકે, વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન તરીકે, ઉકેલો શોધતા 
ટેકનોલોજીના કેન્દ્ર તરીકે,  પ્રતિભાશાળી યુવાનોનું પાવર હાઉસ અને સફળ લોકશાહી તરીકે જુએ છે.