અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી...2023માં દરરોજ એક ભારતીયને કરાયો ડિપોર્ટ

તાજેતરમાં ફ્રાંસમાં એક ફ્લાઈટને માનવ તસ્કરીની શંકામાં રોકવામાં આવી હતી. એ પછી ચાર દિવસની પૂછપરછ થઈ હતી. બાદમાં આ ફ્લાઈટને ભારતમાં મોકલવામાં આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકા દરરોજ એક ભારતીયને ડિપોર્ટ કરે છે, ચોંકાવનારો આંકડો આવ્યો સામે
  • 2018થી 2023ના સમયગાળા દરમિયાન 5477 લોકોને ડિપોર્ટ કરાયા
  • 2019માં 1616 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા

અમદાવાદઃ ફ્રાંસથી ભારતીય યાત્રીઓને પરત ફરેલી ફ્લાઈટમાં મોટાભાગના યાત્રીઓ ભારતીય હતા. હજુ પણ આ અંગે સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2023ના વર્ષામાં દરરોજ એક ભારતીયને અમેરિકાએ ડિપોર્ટ કર્યો હતો. જ્યારે તેને રોકવામાં આવ્યા અને તેમની પાસે તમામ દસ્તાવેજોની ખરાઈ કરાઈ તો જાણવા મળ્યું કે તેમની પાસે યોગ્ય દસ્તાવેજ નથી. બસ, આ જ કરાણે 2023માં આ તમામ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આટલા લોકો ડિપોર્ટ થયા 
યુએસ ઈમિગ્રેશન પાસેથી સામે આવેલી વિગતો મુજબ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અમેરિકાએ છેલ્લાં એક વર્ષમાં આ રીતે 370 લોકોને ડિપોર્ટ કર્યા હતા. 2018થી 2023ના સમયગાળા દરમિયાન 5477 લોકોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતા અને ભારતમાં મોકલ્યા હતા. આ તમામ લોકોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી. 2023માં અમેરિકાએ દરરોજ એક ભારતીયને આ રીતે ડિપોર્ટ કર્યા હતા.

ટ્રંપના શાસનકાળ વખતની વાત 
ICEની સ્થાપના 2023માં કરવામાં આવી હતી. આ આંકડા કહે છે કે, 2020માં સૌથી વધારે 2312 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એ સમયે યુએસના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રંપ હતા. તેઓએ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત કરી હતી. આ જ રીતે 2019માં 1616 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ આંકડો કહે છે કે, ડોનાલ્ડ ટ્રંપના શાસનકાળ દરમિયાન સૌથી વધારે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ આંકડાની વાત કરીએ તો દરરોજ એક ભારતીયને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. 

મૂળ ગુજરાતી બિઝનેસમેન 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, મૂળ ગુજરાતના અને અમેરિકામાં સ્થાયી થયેલાં એક બિઝનેસમેને તેમને ઈમિગ્રેટ થવામાં મદદ કરી હતી. આ બિઝનેસમેને એવું પણ જણાવ્યું હતું કે, ટ્રંપના શાસનકાળ દરમિયાન અનેક ભારતીયોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જેમની પાસે લીગલ દસ્તાવેજ નહોતા. ખેર, હાલ તો ટ્રંપે 2024 માટે પ્રેસિડન્ટના પદ માટે દાવેદારી નોંધાવી છે.