Ahmedabad Civil Hospital: "આ વખતે મને બચાવી શકતો હોય તો બચાવી લે.. " કહી MBBS સ્ટુડન્ટે જીવન ટૂંકાવ્યું

Ahmedabad Civil Student Suicide: અમદાવાદની સિવિલ હોસ્ટેલની હોસ્ટેલમાં રહીને ડોક્ટરીનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Share:

હાઈલાઇટ્સ

  • સિવિલની બીજે મેડિકલના સ્ટુડન્ટે કર્યો આપઘાત
  • એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણતો હતો સ્ટુડન્ટ
  • આપઘાત પહેલાં મિત્રને એક મેસેજ કર્યો હતો

અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે.મેડિકલ કોલજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ વિદ્યાર્થીએ છેલ્લે તેના મિત્રને એક મેસેજ કર્યો હતો. આપઘાત કરનારો વિદ્યાર્થી મૂળ જામનગરનો વતની હતો અને અહીં હોસ્ટેલમાં રહીને ડોક્ટરીનો અભ્યાસ કરતો હતો. ધ્રુવ ઘાડિયા નામના 21 વર્ષીય વિદ્યાર્થીના આપઘાત બાદ તેના મિત્ર વર્તુળ સહિત પરિવારમાં પણ માતમ છવાયો છે. તેણે 18 ડિસેમ્બરની મોડી રાત્રે તેના મિત્રને મેસેજ કર્યો હતો કે, આ વખતે બચાવી શકે તો બચાવી લે. એ પછી મંગળવારે સવારે તે તેના રુમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

આપઘાત પહેલાં મિત્રને મેસેજ કર્યો 
બનાવની વિગતો એવી છે કે, જામનગરમાં રહેતો ધ્રુવ અહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં ભણતો હતો અને તે હોસ્ટેલમાં રહેતો હતો. તેણે તેના મિત્રને ગઈ 18 ડિસેમ્બરની મોડી રાત્રે મેસેજ કરેલો કે આ વખતે મને બચાવી શકકતો હોય તો બચાવી લે. એ પછી ધ્રુવનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં મેઘાણીનગર પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. 

એબીબીએસના ત્રીજા વર્ષમાં હતો 
મેઘાણીનગર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક વિદ્યાર્થી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મોડી રાત્રે બાર વાગે તે તેના મિત્રો સાથે અભ્યાસ કરીને છૂટો પડ્યો હતો. પછી ધ્રુવે તેના કોઈ મિત્રને મેસેજ કર્યો હતો કે, મેં બે વખત પ્રયાસ કર્યો પણ આ વખતે નહીં બચી શકું. બચાવી શકે તો બચાવી લે. 

આપઘાતનું કારણ અકબંધ 
જો કે, બનાવની જાણ થતા સમગ્ર હોસ્ટેલ અને હોસ્પિટલમાં ચકચાર મચી ગયો હતો. વિદ્યાર્થીની આપઘાતનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. કોલેજના સત્તાધીશો પણ દોડતા થયા હતા. જો કે, ધ્રુવે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પણ પોલીસ તપાસમાં આ મામલે વધુ ખુલાસો થઈ શકે છે.