Ahmedabad: ટ્રેન ચૂકયો તો બોમ્બની ધમકી આપી ચઢી ગયો, આખરે ઊંઝામાંથી ઝડપાયો

એક મુસાફરે એવી ધમકી આપી કે ટ્રેનમાં બોમ્બ છે અને પછી તેમાં ચઢી ગયો હતો. આ શખસ ટ્રેન ચૂકી ગયો હોવાથી આવી ખોટી વાત કરી હતી. આખરે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ટ્રેન ચૂકેલા પેસેન્જરે પોલીસને દોડતી કરી
  • બોમ્બ હોવાની ધમકી આપી ટ્રેનને રોકાવી
  • આખરે ઊંઝામાંથી શખસને પોલીસે ઝડપ્યો

મહેસાણાઃ અમદાવાદથી જમ્મુ તવી ટ્રેનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાથી એક મુસાફર ટ્રેન ચૂકી ગયો હતો. જે બાદ તેણે કંટ્રોલ રુમમાં મેસેજ કર્યો હતો કે, આ ટ્રેનમાં એક શૂટકેસમાં બોમ્બ છે. એ પછી પોલીસ પણ દોડતી થઈ હતી. આખરે આ મેસેજ ખોટો હોવાનું સામે આવ્યું હતું અને પછી પોલીસે તેને ઊંઝાથી ઝડપી પાડ્યો હતો. આ મેસેજ બાદ પોલીસે મહેસાણા રેલવે સ્ટેશન પર દોઢ કલાક ટ્રેન ઉભી રાખી હતી. બાદમાં ટ્રેનમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામા આવી હતી. જો કે, પોલીસને આવી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નહોતી. જે બાદ આ પેસેન્જરનો કાંડ ખુલી ગયો હતો. 

બોમ્બની અફવા ફેલાવી     
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અમિતસિંગ પવાર નામના આ પેસેન્જરે ખોટી અફવા ફેલાવી હતી. આ પેસેન્જર પોતાનો સામન ટ્રેનમાં મૂક્યો હતો અને પછી અમદાવાદ રેલવે સ્ટેશન પર ફરવા નીકળી ગયો હતો. જે બાદ તે આ ટ્રેન ચૂકી ગયો હતો. એ પછી ટ્રેન પકડવા માટે તેણે કંટ્રોલ રુમાં ફોન કરીને એવું કહ્યું કે, જમ્મુ-તાવી ટ્રેનમાં વિસ્ફોટક પદાર્થ છે. 

ગભરાઈ ગયો પેસેન્જર
જ્યારે આ શખસે ખોટી માહિતી આપી ત્યારે ટ્રેન ખૂબ જ આગળ નીકળી ગઈ હતી. એ સમયે આ પેસેન્જર બીજી ટ્રેનમાં બેસીને મહેસાણા આવવા માટે નીકળી ગયો હતો. જ્યારે તે મહેસાણા પહોંચ્યો ત્યારે જોયું કે પ્લેટફોર્મ પર પોલીસનો કાફલો હાજર હતો. જેઓ ચેકિંગ કરી રહ્યા હતા. જે બાદ તે મહેસાણા ઉતરવાના બદલે ઊંઝા ઉતર્યો હતો. જો કે, એ સમયે પોલીસે સતર્કતા વાપરી હતી અને તેને ઊંઝાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે તેની વિરુદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ દરી છે.