Surendranagar: ઉપલેટાના ધારાસભ્યની કાર મૃત ભેંસ સાથે ધડાકાભેર ટકરાઈ, ધારાસભ્ય સલામત

ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કાર લીંબડી પાસે એક મૃત ભેંસ સાથે ધડાકાભેર ટકરાતાં આખી કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત વખતે ઘારાસભ્ય કારમાં હોવાના કારણે તેમને પણ ઈજા પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Courtesy: mahendra paladia

Share:

હાઈલાઇટ્સ

  • એસયુવી અકસ્માત થતાં પલટી ખાઈને બાજુમા પડી, ધારાસભ્ય સલામત

ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કાર લીંબડી પાસે એક મૃત ભેંસ સાથે ધડાકાભેર ટકરાતાં આખી કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત વખતે ઘારાસભ્ય કારમાં હોવાના કારણે તેમને પણ ઈજા પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

mahendra paladia
mahendra paladia mahendra paladia

ઘટનાની વિગતો મુજબ, મહેન્દ્ર પાડલીયા આજે સવારે પોતાના મતવિસ્તારથી નીકળીને ગાંધીનગર તરફ જઈ રહ્યાં હતા. તેમની સાથે કારમાં. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડીયા પણ હતા. લીંબડી પાસે હાઈ - વે પર જ તેમની કાર ડ્રાઈવરની બેદકારીને કારણે એક મૃત ભેંસ સાથે અથડાઈને ધડાકાભેર પલટી ખાઈ ગઈ. કાર પલચી ખાઈને બાજુમાં ધસી ગઈ હતી. આસપાસના લોકો જેમણે ઘટના જોઈ તે તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને ધારાસભ્ય અને તેમની સાથે બેઠેલા અન્ય મુસાફરોને સલામત બહાર કાઢી લીધા હતા. ધારાસભ્ય અને અન્ય મુસાફરોને મોટી ઈજા નહીં થઈ હોવાના કારણે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. 

mahendra paladia
mahendra paladia mahendra paladia

ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ પર તુરત સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક નગર પાલિકાને જાણ કરીને ભેંસના મૃતદેહને ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.