International Kite Festival 2024: હવાએ પતંગ રસીયાઓનો મૂડ બગાડ્યો

આ વખતે જુદા જુદા દેશના લોકો પતંગોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા છે અને ગુજરાત ટુરિઝમ દ્વારા યોજવામાં આવેલા આ International kite festival 2024માં ભાગ લઈ રહ્યાં છે. શનિવારે ઓછી હવાના કારણે બાળકોને લઈને આવેલા અનેક કુટુંબોને નિરાશા મળી જ્યારે મોટા અને મોંધા પતંગો લઈને આવેલા કાઈટ ફ્લાયર્સે ભારે પવનની રાહ જોવી પડી હતી.

Courtesy: Saffan Ansari

Share:

હાઈલાઇટ્સ

  • આગામી 14 અને 15મી જાન્યુઆરી પણ હવાની ગતિ ઓછી હોવાનુ અનુમાન

સફ્ફન અન્સારી
સાબરમતિ રિવરફ્રન્ટ પર ચાલુ આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ રવિવારને જાન્યુઆરી 14મીએ પોરો થાય છે ત્યારે આખું શહેર દુનિયાના જુદા જુદા ખુણાએથી આવેલા પતંગ રસીયાઓને પતંગ ચગાવતા જોવા માટે રિવરફ્રન્ટ ઉમટી પડ્યું હતું પરંતુ હવાના અત્યંત ઓછા દબાણના કારણે પતંગ ચગાવનાર અને જોવા આવનાર તમામને નિરાશા સાંપડી હતી. 

International Kite festival 2024
ઓછી હવાના કારણે પતંગો ચગાવવામાં પતંગરસીયાઓએ મહેનત કરવી પડી. Saffan Ansari

આ વખતે જુદા જુદા દેશના લોકો પતંગોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા છે અને ગુજરાત ટુરિઝમ દ્વારા યોજવામાં આવેલા આ International kite festival 2024માં ભાગ લઈ રહ્યાં છે. શનિવારે ઓછી હવાના કારણે બાળકોને લઈને આવેલા અનેક કુટુંબોને નિરાશા મળી જ્યારે મોટા અને મોંધા પતંગો લઈને આવેલા કાઈટ ફ્લાયર્સે ભારે પવનની રાહ જોવી પડી હતી.

International Kite Festival 2024
પતંગોત્સવ પર ખાલી આકાશ ઓછી હવાના કારણે પતંગરસીયાઓને સાંપડેલી નિરાશા બતાવે છે. Saffan Ansari