Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને દિવાળીની જેમ મનાવીએ આજે

ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે.

Courtesy: CM official House

Share:

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા 
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.

CM official House
પોતાના સત્તાવાર નિવાસસ્થાન દિપ પ્રગટાવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ CM official House

ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું 
આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સંઘ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી 
આ અવસરના વધામણાં કર્યા હતા.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના 
ઉમંગ અવસરની   રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.