Kutch: 2 કરોડ ભરેલી કેશ વેન લઈને ગઠીયો ફરાર, પોલીસે ષડયંત્રમાં સંડોવાયેલા 6 ને ઝડપ્યા

ગાંધીધામ પોલીસે કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ઝડપ્યા છે.આ મામલે ગાંધીધામ પોલીસની તપાસમાં ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં બે કર્મચારીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • આ ઘટના ઈરાદાપૂર્વક ઘડવામાં આવેલું એક ષડયંત્ર હતું
  • ચોરીના આ આખાય ષડયંત્રમાં કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી હતી

ગુજરાતમાં ATM માટે લઈ જવાઈ રહેલા 2 કરોડ રૂપીયા લૂંટવાનો મામલો સામે આવ્યો છે. ગાંધીધામમાં 2 કરોડ રૂપીયાથી ભરેલી એક કેશ વેન લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામમાં એક સરકારી બેંકના ATM માં 2 કરોડ કેશ નાંખવા માટે જઈ રહેલી કેશ વેન લઈને એક વ્યક્તિ ફરાર થઈ ગયો. સવારે જ્યારે બેંક ATM માં પૈસા નાંખવા માટે આવેલા ડ્રાઈવર અને ગાર્ડ જેવા જ ચા પીવા માટે ગાડીમાંથી ઉતર્યા કે તરત જ એક ત્રીજો વ્યક્તિ આવ્યો એ આ 2 કરોડ ભરેલી કેશ વેન લઈને ફરાર થઈ ગયો. 

આજે સવારે 11 વાગ્યાના અરસામાં બેન્કિંગ સર્કલ પાસે SBI બેન્કમાંથી રોકડ રકમ વાનમાં લોડ કરી કેશવાનના કર્મચારીઓ ATMમાં નાણાં રીફિલ કરવા નીકળ્યાં હતાં. બેન્કમાંથી કેશ મેળવી વાનમાં લોડ કરીને થોડેક આગળ તેઓ ચા-નાસ્તો કરવા વાનમાંથી ઉતર્યાં હતા. તે સમયે એકાએક અજાણ્યો શખ્સ કેશવાનમાં બેસીને ડુપ્લિકેટ ચાવી વડે ગાડીને હંકારી ફરાર થઈ ગયો હતો. લૂંટનું કાવતરું આયોજનપૂર્વકનું હોવાનું અને તેમાં એકથી વધુ શખ્સો સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે.

ગાંધીધામ પોલીસે કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ઝડપ્યા છે.આ મામલે ગાંધીધામ પોલીસની તપાસમાં ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં બે કર્મચારીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો. કચ્છમાં 2.13 કરોડ ભરેલી કેશવાન લૂંટીને આરોપી ફરાર થયો હતો. આરોપીઓને પીછો કરતા આરોપી કેશવાન મૂકીને ભાગી છુટ્યા હતા. પોલીસે આરોપીઓની કિલોમીટરો સુધી ચોર – પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.