Makar Sankranti: નહીં ઉડે પતંગ બહુ ઉચો આ વખતે... પતંગ અને માંજો થયા મોંધા

મોંઘવારી ઉપરાંત કોરોનાના વધતાં કેસનો કારણે આ વખતે અત્યાર સુધી પતંગ અને માંજાની બોલબલા ઓછી છે

Courtesy: Naran Shekha

Share:

હાઈલાઇટ્સ

  • પતંગોમાં  પઠાણ, ડંકી, હેપ્પી ન્યુ યર, ચંદ્રયાન જેવી અલગ અલગ ડિઝાઈનો

નારણ શેખા

સામાન્ય રીતે દિવાળી પછી ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામતો જતો હોય છે. બાળકો સ્કુલથી આવીને ધાબા પર પતંગ ચઢાવવા માટે જતાં રહે છે અને આજ માહોલ અમદાવાદમાં પણ જોવા મળે છે. મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બેફામ મોંઘવારી અને કોરોનાના નવા વેરીએન્ટના કારણે  અત્યારે બજારમાં ખરીદદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જેથી પતંગ વિક્રેતાઓ ચિંતામાં મુકાયા છે. પતંગ અને દોરીમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 30 થી 35 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 

Kites
આ વખતે બજારમાં પણ ઓછી ભીડ છે અને 9 દિવસમાં બજારમાં કેટલી તેજી આવશે તેને લઈને વેપારીઓ મુંઝવણમાં છે. Narayan Shekha


અલગ અલગ વેરાયટી અને ખંભાતી પતંગના ઊંચા ભાવ 
અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં  વેપારીઓ સીઝન અનુસાર વેપાર કરે છે. શાહપુરના બાબુભાઈ કેરીવાલાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ખંભાતી, કલકત્તી, રામપુરી - સૂરતી પતંગોની વેરાયટી રાખવામાં આવે છે. ખંભાતી પતંગની બનાવટ અને તેને બનાવવા માટેનાં કાગળ અને લાકડીનો ખર્ચ વધુ આવતો હોવાથી તેમાં ભાવ વધારો જોવા મળ્યો છે. અન્ય પતંગની કોડીના ભાવ 80થી 100 છે જ્યારે ખંભાતી પતંગના ભાવ 130 થી 150 જોવા માંડી રહ્યા છે. આ ઉપરાંત પતંગોમાં  પઠાણ, ડંકી, હેપ્પી ન્યુ યર, ચંદ્રયાન જેવી અલગ અલગ ડિઝાઈનો પણ જોવા મળી રહી છે. કોરોનાના લીધે ઓછા ઉત્પાદન  અને મોંઘવારીના પગલે બજારમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 

Kites
બજારમાં પતંગ - માંજાના વેપારીઓ ગ્રાહકો નહી આવતાં હોવાના કારણે મૂડી ફસાઈ રહી હોવાનું માને છે Narayan Shekha

સૂરતી અને બરેલી દોરીની વધુ માંગ
દીપકભાઈ સીંધિ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે, પતંગ માટેની દોરી મુખ્યત્વે સૂરત અને બરેલીથી લાવવામાં આવે છે. સૂરતી માંજામાં- વિશાલ, શિવમ, ફાઈટર અને ભગવાન દોરીની વિશેષ માંગ જોવા મળે છે. આ ઉપરાંત બજારમાં 500 વાર થી માંડીને 10 હજાર વારની ફીરકી ઉપલબ્ધ છે. બરેલી દોરીની આયાત કરતી હોવાથી તેમાં પણ 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 
બજારમાં પતંગ-દોરીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે પરંતુ ગ્રાહકોની ચહલપહલની ઉણપ અને બેફામ મોંઘવારીએ છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે ચિંતા ઊભી કરી છે.