Makkar Sankranti: ચાઈનીઝ દોરી નહીં વાપવા માટે લોકોને અપીલ

ચાઈનીઝ દોરી ના કારણે હાલમાં નડિયાદ ખાતે એક યુવતી નું ગળુ કપાઈ ગયું હોવાની એક ઘટના સામે આવી છે.

Courtesy: George Dias

Share:

હાઈલાઇટ્સ

  • ખોખરા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો


દર વખતે સરકાર અને જીવદયા દ્વારા ચાઈનીઝ દોરી નહીં વાપરવા માટે અપીલ કરવામાં આવતી હોવા છતાં અસંખ્ય પતંગરસીયાઓ કપાય નહી તેવી ચાઈનીઝ દોરીને વાપરીને પોતાના, અન્યોના અને પક્ષીઓના જીવ જોખમમાં મુકે છે માટે જ લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદના ખોખરા કોંગ્રેસદ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસે આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, ઉતરાયણ ખુબજ સરસ તહેવાર છે આકાશમાં પતંગબાજીની મજા અનેરી છે પરંતુ ઉજવણી નો ઉન્માદ બેકાબુ બને ત્યારે ચાઈનીઝ દોરીનો ઉપયોગ માનવ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. ચાઈનીઝ દોરી ના કારણે હાલમાં નડિયાદ ખાતે એક યુવતી નું ગળુ કપાઈ ગયું હોવાની એક ઘટના સામે આવી છે. આ ચાઈનીઝ માંજા માણસો અને પશુ- પક્ષીઓ માટે ઘાતક અને જીવલેણ બની જાય છે. જેથી તેનો વપરાશ નહીં કરવા માટે અમે મણીનગર રેલ્વે સ્ટેશન પાસે, શાક માર્કેટ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સમાજમાં દાખલો બેસે તેવા સખત પગલા ભરવા માગણી કરવામાં આવી હતી.

અમારી સાથે આ કાર્યક્રમમાં ડોલીબેન દવે, રમેશ ભીલ, સંતોષ સોની, સંજય મનવાણી, રમિન્દ્રસિંહ બગ્ગા, મહેશભાઈ કડવાણણી, પુષ્પાબેન ડી કોસ્ટા, મહેન્દ્ર બીજવા, કૌશિક પ્રજાપતિ, રાજુ યાદવ, દૂરઈ સ્વામી ગ્રામીણ, વિષ્ણુ દેસાઈ, અરવિંદ પટેલ, પાર્થ કોસ્ટી, અમર ખૈરે, મહેશ જીલ્પે, આસિફ શેખ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.