Ahmedabad: International Kite Festival 7મી જાન્યુઆરીથી, તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાત પ્રવાસન દ્વારા 7મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી, 2024 સુધી અમદાવાદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

Courtesy: Saffan Ansari

Share:

હાઈલાઇટ્સ

  • મલેશિયા, જાપાન, જર્મની અને અમેરિકા જેવા દેશોમાંથી અનેક પતંગવીરોએ પતંગ ઉડાડશે
  • અમદાવાદના રસુલ રહિમભાઈએ એક જ માંજા પર 500 પતંગો એક સાથે કતાર બંધ ચઢાવ્યાનો પણ રેકોર્ડ આ પતંગ ઉત્સવરમાં નોધાયેલો છે

સફફાન અન્સારી 

ગુજરાતમાં જો એક તહેવાર તમામ ધર્મના લોકો સાથે મળીને ઉજવતાં હોય તો તે છે ઉત્તરાયણ એટલે કે મકરસક્રાંતિનો જ્યારે અબાલ - વૃદ્ધો વહેલી સવારથી ધાબા પર ચઢીને પતંગની મઝા માણતા જોવા મળે. પતંગવીરોના સ્પીરીટને 1989થી આંતર-રાષ્ટ્રીયફલક સુધી લઈ જવા માટે શરૂઆત થઈ અમદાવાદમાં International Kite Festivalની જેમાં દેશ-વિદેશથી અનેક પતંગવીરો પોતાની કળાનું પ્રદર્શન કરે છે અને ઉપસ્થિત લોકોને મનોરંજન પુરુ પાડે છે. તે જ રીતે આ વર્ષે પણ International Kite Festivalનું આયોજન કરવામાં આવ્યું છે.

International Kite Festival
International Kite Festival Saffan Ansari


અમદાવાદ ખાતે International Kite Festival સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આગામી 7મી જાન્યુઆરીથી 
શરૂ થશે. અને તેના માટે રિવરફ્રન્ટ ખાતે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય પતંગબોજો માટે ટેન્ટ સહિત અન્ય
સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. હાલમાં International Kite Festival ની તૈયારી ગુજરાત
ટુરિઝમ કરી રહ્યું છે. જો કે સમગ્ર સંચાલન રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓના હાથમાં હોલના કારણે સ્થાનિક
કક્ષાએ અધિકારીઓ કઈં બોલવમા માટે તૈયાર નથી. ગુજરાત પ્રવાસન દ્વારા 7મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી, 2024 
સુધી અમદાવાદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 
 

International Kite Festival
International Kite Festival Saffan Ansari


મલેશિયા, જાપાન, જર્મની અને અમેરિકા જેવા દેશોમાંથી અનેક પતંગવીરોએ ઉપસ્થિત લોકોને આશ્ચર્ય પમાડે તેવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે અને આ વર્ષે પણ 
કરશે. 
આટલુ જ નહીં અમદાવાદના રસુલ રહિમભાઈએ એક જ માંજા પર 500 પતંગો એક સાથે કતાર બંધ ચઢાવ્યાનો પણ રેકોર્ડ આ પતંગ ઉત્સવરમાં નોધાયેલો છે.