Ahmedabad: ભારતનો સૈાથી મોટો શોપિંગ મોલ રૂ 4000 કરોડના ખર્ચે બનશે અમદાવાદમાં

આમ જોવા જઈએ તો અમદાવાદ તેના ઘણાં લેન્ડમાર્ક્સના કારણે જાણીતું છે. તે પછી રીવરફ્રન્ટ હોય કે પતંગ હોટેલ. પણ આ વખતે કંઈ જોરદાર થવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. યુનાઈટેડ અરબ અમેરેટ્સ - યુએઈમાં આવેલી રીયલ એસ્ટેટ જાયન્ટ કંપની લુલુ અમદાવાદમાં ભારતનો સૈાથી મોટો શોપિંલ મોલ શરૂ કરવાની છે જેની કિંમત અંદાજે રૂ 4000 કરોડ જેટલી હશે તેવું માધ્યમો દ્વારા જાણવા મળ્યુ છે.

Courtesy: lulu website

Share:

હાઈલાઇટ્સ

  • લુલુ ગ્રૃપ દ્વારા એક મોલ જમ્મુ - કાશ્મીરમાં પણ બનાવામાં આવશે
  • અમદાવાદમાં મોલનું બાંધકામ 2024માં જ શરૂ થઈ જશે

આમ જોવા જઈએ તો અમદાવાદ તેના ઘણાં લેન્ડમાર્ક્સના કારણે જાણીતું છે. તે પછી રીવરફ્રન્ટ હોય કે પતંગ હોટેલ. પણ આ વખતે કંઈ જોરદાર થવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. યુનાઈટેડ અરબ અમેરેટ્સ - યુએઈમાં આવેલી રીયલ એસ્ટેટ જાયન્ટ કંપની લુલુ અમદાવાદમાં ભારતનો સૈાથી મોટો શોપિંલ મોલ શરૂકરવાની છે જેની કિંમત અંદાજે રૂ 4000 કરોડ જેટલી હશે તેવું માધ્યમો દ્વારા જાણવા મળ્યુ છે. 

લુલુ ગ્રૃપ ઈન્ટનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, યુસુફ અલી એમએ એ આ સમાચાર પર સત્યતાની મહોર મારતા જણાવ્યું હતું કે આ મોલનું બાંધકામ 2024માં જ શરૂ થઈ જશે. વાઈબ્રન્ટ ગુજરાત વખતે આ એમઓયુ થયું હોવાનું કહેવામાં આવે છે. આટલું જ નહીં વાઈબ્રન્ટ વખતે યુએઈના સ્ટોર પર આ મોલનુ મિનીએચર પણ મુકવામાં આવ્યું હતું. 

 

yusuf ali ma
yusuf ali ma lulu website

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર માસમાં યુસુફ અલી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમના ગૃપ દ્વારા અમદાવાદ અને ચેન્નાઈમાં બે મોલ શરૂ કરવામાં આવશે. સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતાં યુસુફ અલીએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં ભારતનો સૈાથી મોટો મોલ શરૂ કરવાના છીએ. એક મોલ ચેન્નાઈમા પણ શરૂ થશે અને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં એક મોલ હૈદરાબાદમાં શરૂ થઈ જશે. આ ઉપરાંત અમે ભારતના જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યાં છીએ અને ત્યાં મોલ અને ફૂડ પ્રોસેસિંગ માટે પણ પ્લાન્ટ શરૂ કરવાની અમારી તૈયારી છે. 

લુલુ ગૃપ અત્યારે ભારતમાં કોચી, થીરુવનંતપુરમ્, બેંગ્લુરુ, લખનૈા, કોઈમ્બતુરમાં મોલ ચલાવે છે અને હૈદરાબાદ હવે તેમાં જોડાશે. 

લુલુ ગૃપનું હેડ ક્વાર્ટર અબુ ધાબીમાં છે અને મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં રીટેલ ઈન્ડસ્ટ્રીમાં એક ટ્રેડ સેટર તરીકે ઓળખાય છે. તદ્ઉપરાંત, ગલ્ફ કો-ઓપરેશન કંટ્રીઝ - જીસીસી જેમાં બહેરેઈન, ઓમાન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ અરબ અમેરાતનો સમાવેશ થાય છે તેમાં, ઈજિપ્ત, ભારત, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં પણ તે 250 જેટલા સુપરમાર્કેટ અને હાઈપર માર્કેટ ઓપરેટ કરે છે. 

લુલુ ગ્રૃપ પાસે 65,000થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે જે જુદા જુદા 42 દેશોમાં કામ કરે છે અને લુલુ ગ્રૃપનું આખા વિશ્વનું એક વર્ષનું ટર્ન ઓવર 8 બિલિયન યુએસ ડોલર જેટલું છે.