Gujarat: હજી પણ તીવ્ર ઠંડી પડશેઃ ભુજમાં તાપમાન 12 ડિગ્રી જશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરુચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Courtesy: IMD

Share:

હાઈલાઇટ્સ

  • ક્યાં કેટલું તાપમાન રહેશે શહેર મહત્તમ લધુત્તમ અમદાવાદ 28-29 16-17 ભુજ 28-29 12-14 ડિસા 28-29 12-15 રાજકોટ 30-31 13-15 વડોદરા 28-30 17-19 સુરત 30-32 17-19 વેરાવળ 30-32 18-19 દ્વારકા 29-31 15-16

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડી સાથે થઈ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં હજીપણ વધારે ઠંડી પડવાની છે. આજે અમદાવાદ,અરવલ્લી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર,મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. 

IMD
ભુજમાં આગામી વાતાવરણ ઠંડુ રહેશે. IMD

આ સિવાય અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભરુચ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભાવનગર, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

IMD
ગુજરાતના મોટાભાગા શહેરોમાં ઠંડીનો પોરો નીચે જવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. IMD

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરુચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ખેડા, મહિસાગર, મોરબી, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ સિવાય ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.