ગુજરાતમાં 97 જેટલા કસ્ટોડીયલ ડેથમાં કોઈના પર કાર્યવાહી નહીઃ જવાબદાર વ્યક્તિને કોઈ સજા નહી!

આ કેસોમાં ન તો કોઈ FIR નોંધવામાં આવી અને નતો કોઈના પર આરોપ લગાવવામાં આવ્યો. વર્ષ 2016 અને 2021 વચ્ચે ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના 83 જેટલા કેસ નોંધાયા છે.

Share:

રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો અનુસાર ગુજરાત કે જ્યાં 2020,2021 અને 20222 માં દેશમાં સૌથી વધારે કસ્ટોડીયલ ડેથ થયા હતા. 2023 ના ડેટા અનુસાર ગુજરાતમાં 2022 માં રિમાન્ડ પહેલા જ લોકઅપમમાં 14 જેટલા લોકોના મોત થયા હતા આમાંથી 10 કેસમાં મેજીસ્ટ્રેટ સામે તપાસની મંજૂરી આપવામાં આવી હતી અને ચારમાં ન્યાયીક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. 

આ કેસોમાં ન તો કોઈ FIR નોંધવામાં આવી અને નતો કોઈના પર આરોપ લગાવવામાં આવ્યો. વર્ષ 2016 અને 2021 વચ્ચે ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના 83 જેટલા કેસ નોંધાયા છે. પરંતુ આ મામલે કોઈપણ વ્યક્તિને સજા કરવામાં આવી નથી. 

ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડિયલ ડેથને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે અને કોંગ્રેસે ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે. છેલ્લા 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 જેટલા આરોપીઓના કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. કોંગ્રેસ અનુસાર, આ કસ્ટોડીયલ ડેથ થવા પાછળનું મુખ્ય કારણ પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણો જવાબદાર છે. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું કે, ગુજરાતમાં માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ ગુજરાત માટે ચિંતાનો વિષય છે.