HSCની જનરલ એક્ઝામના રજીસ્ટ્રેશનની આજે છેલ્લી તારીખ

આ વર્ષે 15.31 લાખ વિદ્યાર્થીઓએ ફાઈનલ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો ઓછો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહના રજીસ્ટ્રેશનની આજે છેલ્લી તારીખ
  • રજીસ્ટ્રેશન ફી આગામી 15 જાન્યુઆરી સુધી જમા કરાવવાની રહેશે
  • કુલ 15.31 લાખ વિદ્યાર્થીઓ ફાઈનલ એક્ઝામ માટે રજીસ્ટર થયા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્કૂલ પ્રિન્સિપાલોને છ જાન્યુઆરીના રોજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ બે દિવસમાં ધોરણ 12 સામાન્ય સ્ટ્રીમના અંતિમ પરીક્ષા આવેદનને મંજૂરી આપવા અને મોકલવા માટે કહ્યું છે. સ્કૂલના પ્રિન્સિપાલોને 8 જાન્યુઆરી સુધી બોર્ડને જમા કરાવવાનું રહેશે. સાથે જ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ફી 15 જાન્યુઆરીના રોજ જમા કરાવવા માટે કહ્યું છે. 

15.31 લાખ વિદ્યાર્થીઓ 
આ વર્ષે કુલ 15.31 લાખ વિદ્યાર્થીઓ ફાઈનલ એક્ઝામ માટે રજીસ્ટર થયા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 1.17 લાખ ઓછા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વર્ષે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની ફાઈનલ એક્ઝામ માટે 15.31 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યુ છે. 

આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 
ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 6 જાન્યુઆરી એટલે કે આજે સમાપ્ત થાય છે. આંકડાઓથી જાણવા મળ્યું કે, ધોરણ 10ના 9.16 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.26 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4.82 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ રજીસ્ટ્રેશન 1.17 લાખ ઓછા હોવાની સંભાવના છે. 2022માં મોટા પાયે પદોન્નતિ થવાના કારણે 2023માં વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.