Ahmedabad:વેન્ટિલેશન અને સારો પ્રકાશ મળી રહે એવા હાઈરાઈઝ એપાર્ટમેન્ટની પસંદગી કેવી રીતે કરવી?

અભ્યાસમાં પ્રકાશ પર પડતા અડર અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો. જેના ઉપયોગથી ડેલાઈટ રોશનીના સંદર્ભમાં પણ માપણી કરવામાં આવી હતી. આજુબાજુના બાંધકામની ઉંચાઈ અને બીજી મુખ્ય ઈમારત પર પડછાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ સહિત ચાર શહેરોમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો
  • આસપાસની ઈમારતો વચ્ચે અંતર અને ઊંચાઈ પર વપરાશ આધાર રાખે છે
  • અમદાવાદમાં સૌથી વધુ સરેરાશ હવા પરિવર્તન દર નોંધાયો

અમદાવાદઃ શહેરમાં હાલ ગગનચુંબી એપાર્ટમેન્ટ્સનું પ્રમાણ વધી રહ્યું છે. જેના માટે અનેક જાહેરાતો પણ આવતી હોય છે અને તેમાં આધુનિક જીવનશૈલી સહિતના વાયદા કરવામાં આવતા હોય છે. ત્યારે એક આદર્શ ફ્લેટની પસંદગી કેવી રીતે કરવી? દુબઈ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સિસ ઈન સાયન્સ એન્જિનિયરિંગમાં તાજેતરમાં એક રિસર્ચમાં ભારતના ચાર શહેરો અમદાવાદ, બેંગાલુરુ, ગુવાહાટી અને દિલ્હીમાં તાપમાન, પ્રાકૃતિક પ્રકાશ અને વેન્ટિલેશન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. 

ચાર શહેરોમાં કરવામાં આવ્યો અભ્યાસ 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, અભ્યાસમાં દરેક શહેરોમાં 10 માળ ઉંચી ઈમારતોનો અભ્યાસ કરવામાં આવ્યો અને સામે આવ્યું કે, હાઈરાઈઝ અને ગીચ ઈમારતો મુખ્ય એપાર્ટમેન્ટની અંદરના તાપમાનને નોંધપાત્ર અસર છે. આ ઈન્ડોર અને આઉટડોર જગ્યાઓ વચ્ચેના તાપમાનમાં અંતર હોય છે. જેના પરિણામે સંભવિત રીતે ઉર્જાની બચત થાય છે. મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના અનિકેત બંસલ, રોહન હોરાબીલ, બીઆરકે હોલ્લા અને આર્ય લોટિકર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, ચાર શહેરોની ઈમારતોની બહાર અને અંદર ગરમીમાં કોઈ મહત્વપૂર્ણ અંતર નહોતું. પાંચ માળનની ઈમારત, 10 મીટર કે 30 મીટરના અંતરે હતી. ચારેય શહેરોમાં તાપમાનનો તફાવત અંદાજે 5 ડિગ્રી સેલ્સિયસ હતો. એવો અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો. 

ડેલાઈટિંગને અસર 
જો કે, અભ્યાસમાં પ્રકાશ પર પડતા અડર અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો. જેના ઉપયોગથી ડેલાઈટ રોશનીના સંદર્ભમાં પણ માપણી કરવામાં આવી હતી. આજુબાજુના બાંધકામની ઉંચાઈ અને બીજી મુખ્ય ઈમારત પર પડછાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે સંભવિત રીતે ડેલાઈટિંગને અસર કરે છે, ખાસ કરીને નીંચા માળો પર. અમદાવાદ અને બેંગાલુરુ જેવા શહેરોમાં જ્યાં મુખ્ય ઈમારતોની આસપાસ સમાન ઉંચાઈવાળી 10 માળની ઈમારતો છે, જેનો પડછાયો માત્ર પહેલાં ચાર માળોને જ નોંધપાત્ર અસર કરે છે. 

અમદાવાદમાં સૌથી વધુ ઉર્જાનો વપરાશ 
સ્ટડીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 12 મીટરના અંતરે મુખ્ય ઈમારતની પૂર્વ બાજુએ અવરોધિત ઈમાર, આઠમા માળ સુધીના પૂર્વ તરફના રુમમાં યુડીઆઈને નોંધપાત્ર અસર કરે છે. સંશોધકોએ સિમ્યુલેશન ચલાવવા માટે ડિઝાઈન બિલ્ડર સોફ્ટવેરનો ઉપયોગ કર્યો. ચાર શહેરોની ઈમારતોમાં ઉર્જા વપરાશની તપાસ કરતી વખતે જાણવા મળ્યું કે, આસપાસના માળખાના અંતર અને ઊંચાઈ પર ખૂબ આધાર રાખે છે. અમદાવાદમાં સૌથી વધુ ઉર્જાનો વપરાશ હતો. ત્યારબાદ દિલ્હી, ગુવાહાટી અને બેંગાલુરુનો નંબર આવે છે. 12 મીટરની અંદર પાંચ માળના પડાશોઓ સાથેની ઈમારતની આસપાસ સમાન અંતરે એક પાડોશીની તુલનામાં 3 ટકા ઉર્જા બચાવે છે. જ્યારે પાડોશની ઈમારત 30 મીટર દૂર હતા ત્યારે આ અસર ઘટીને 1 ટકા થઈ ગઈ. 

અભ્યાસમાં આ સલાહ અપાઈ 
અભ્યાસમાં સૂચવવામાં આવ્યું કે, 12 મીટરની અંદર 10 માળના પાડોશીઓએ 12 ટકા ઉર્જાની બચત કરી, જે 30 મીટર પર 4.5 ટકા ઘટી હતી. જ્યારે 15 માળના પાડોશીઓએ 12 મીટર પર 17 ટકા અને 30 મીટર પર 6 ટકાની બચત કરી. વેન્ટિલેશનના સંબંધમાં રિસર્ચમાં કહેવામાં આવ્યું કે, આસાપાસની ઈમારતો વગર અમદાવાદે અન્ય શહેરોની સરખામણીમાં સૌથી વધુ સરેરાશ હવા પરિવર્તન દર નોંધ્યો.