Gujarat Weather: આખુ ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું, નલિયા સૌથી ઠંડુગાર..અમદાવાદમાં 13.8 ડીગ્રી

છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. આખુ ગુજરાત હાલ ઠંડીની લપેટમાં છે. અમદાવાદમાં 13.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાત ઠંડીમાં ઠર્યુ, અમદાવાદમાં 13.8 ડિગ્રી
  • ગાંધીનગરમાં 12 ડિગ્રી, નલિયામાં 9 ડિગ્રી
  • હજુ પણ આગામી સમયમાં જોરદાર ઠંડી પડી શકે છે

અમદાવાદઃ આખા ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી જોરદાર ઠંડી પડી રહી છે. આખુ ગુજરાત હાલ ઠંડીમાં ઠુઠવાયું છે. એક દિવસમાં આશરે 1-2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદની વાત કરવામાં આવે તો અહીં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12, રાજકોટ 10.4  અને સુરેન્દ્રનગર 12.7 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે, લાંબા સમય બાદ આવો ચમકારો  જોવા મળ્યો હતો. 

નલિયા ઠંડુગાર 
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં શુક્રવારે 9 ડિગ્રીથી માંડીને 19 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું હતું અને ત્યાં તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12, રાજકોટ 10.4  અને સુરેન્દ્રનગર 12.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારમાં જોવા મળશે. 

હિમવર્ષાની અસર
હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું કે, પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી હતી. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે એવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હી સહિતના વિસ્તારોમાં ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. 

શુક્રવાર સૌથી ઠંડો 
હવામાન વિભાગનું કહેવું છે કે, શુક્રવાર દિલ્હીમાં સૌથી ઠંડો દિવસ હતો. જ્યાં મહત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયુ હતુ. જે વર્ષના આ સમય માટે સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઓછુ હતુ. ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીનો પારો ગગડી શકે છે. એટલે કે આગામી દિવસોમાં જોરદાર ઠંડી પડે એવી શક્યતા છે.