ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 64મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો તા. 21 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી gujaratstatelalitkalaacademy.com વેબસાઈટ ઉપર અરજી કરી શકશે

Courtesy: lalit kala academy gujarat

Share:

હાઈલાઇટ્સ

  • આગામી 21 થી 31 જાન્યુઆરી દરમિયાન અરજીપત્રક ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ધોરણ ૧ થી ૧૦માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ માટે 64મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો, કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ લલિતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આગામી તા. 21 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી દરમિયાન કલાકૃતિના ફોટા તથા જરૂરી વિગત સાથે અરજીપત્રક ભરી ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે તેમ લલિત કલા અકાદમીના સચિવની યાદીમાં જણાવાયું છે. 

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, આ સ્પર્ધામાં ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિકકલા, વ્યવહારિક કલા તથા છબીકલા તેમજ બાળ 
ચિત્રકલા જેવા વિવિધ ક્ષેત્રમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોની પોસ્ટ, કુરીયર 
અને રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. રાજ્યના બાળકોને લલિતકલામાં પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ કલા પ્રત્યે રુચિ કેળવાય તેવા ઉદ્દેશથી આ રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.