Gujarart Weather: ગુજરાતમાં અણધાર્યા વરસાદે ખેડુતોની આશા પર પાણી ફેરવ્યું

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યા બાદ સ્થાનિક ખેડૂતોને ચિંતા થઈ રહી છે કે તેમના પાકને નુકસાન પહોંચી શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે વધારી ચિંતા
  • અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત
  • હવામાન વિભાગે જણાવ્યું કે, ઠંડી કેવી પડશે

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફરી ફેરફાર જોવા મળ્યો હતો. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ફરી વરસાદે તેનો દેખા દીધો હતો. ઓલપાડ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભર શિયાળે વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી હતી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી હતી. 

ખેડૂતોની ચિંતા વધી
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જે બાદ ખેડૂતોને પોતાના પાકની ચિંતા વ્યાપી છે. ખેડૂતોને ચિંતા છે કે તેમના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે. બીજી તરફ, અણધાર્યા વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. જો કે બે દિવસથી ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત મળી હતી પણ આ વરસાદ હવે એવુ અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે, ઠંડી વધી શકે છે. 

ઠંડી વિશે હવામાન વિભાગે શું કહ્યું? 
હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં મંગળવારે ઠંડી ઘટી હતી. ગુજરાતમાં તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીમાં થોડી રાહત મળી હતી. નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. નલિયામાં તાપમાનનો પારો 10.3 ડિગ્રી નોંધાયો હતો. એ સાથે જ તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયુ હતુ. તો સુરત અને ઓખામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ.