Gujarat: આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી

આજે ગુજરાતીઓ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ પતંગ ચગાવવા માટે અગાશી પર ચડી ગયા છે ત્યારે ગુજરાતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવ્યું છે. ગઈકાલની સરખામણીએ ગુજરાતમાં આજે ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

Share:

આ ડ્રાઈવરની ઓળખ બાચા ખાન તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આમાં ડ્રાઈવર પાલનપુર શહેરની પાસે એક ચોકના કિનારે ઉભેલા પોતાના ટ્રકની સામે નમાજ અદા કરતો દેખાઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના 12 જાન્યુઆરીના રોજ એક ભીડભાડ વાળા ચોકની પાસે રાજમાર્ગ પર થઈ હતી. ખાને પોતાનો ટ્રક રોક્યો અને નમાજ પઢવાનું શરૂ કરી દિધું. આ જ દરમિયાન કોઈ વ્યક્તિએ વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કરી દિધો હતો. બાદમાં આ મામલે પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો.

આજે ગુજરાતીઓ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ પતંગ ચગાવવા માટે અગાશી પર ચડી ગયા છે ત્યારે ગુજરાતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવ્યું છે. ગઈકાલની સરખામણીએ ગુજરાતમાં આજે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાના કારણ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. આજે રાજ્યના 14 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. આજે રાજ્યના 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. જેમા સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનો પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે. કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે. જેમાં કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહેલી છે. મહેસાણા જિલ્લામાં 14થી 16 જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે. ધીમે-ધીમે ઠંડી વધશે.
 

Tags :