ગર્વની વાતઃ ગુજરાતના ખગેશ અમીન T20 સીરીઝમાં બનશે મેનેજર

ગુજરાતના વડોદરામાં રહેતા ખગેશ અમીન હવે ટી20 સીરીઝના મેનેજર બનશે. ગુજરાતના વડોદરામાં રહેતા ખગેશ અમીન અને ગુજરાતીઓ માટે આ એક ગર્વની વાત છે.

Share:

હાઈલાઇટ્સ

  • વડોદરાના ખગેશ અમીન બન્યા ટીમ ઈન્ડિયાના મેનેજર
  • 1991માં તેઓએ ડેબ્યૂ કર્યુ હતુ અને અડધી સદી ફટકારી
  • હવે ટીમ ઈન્ડિયાની અફઘાનિસ્તાન સામેની મેચમાં મેનેજર

અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં રહેતા ખગેશ અમીનની ટી20 સીરીઝમાં ભારતીય ટીમના મેનેજર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ટી20 ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે રમશે. ત્રણ મેચની આ સીરીઝ આગામી 11 જાન્યુઆરીના રોજ મોહાલીથી શરુ થશે. મહત્વનું છે કે, ખગેશ અમીન વડોદરાના એપેક્સ કાઉન્સિલ ઓફ બરોડા ક્રિકેટ એસોસિએશનના આઈસી નિયુક્ત સભ્ય પણ છે. 

રોહિત શર્મા હશે કેપ્ટન 
અફઘાનિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં ટી-20 શ્રેણીમાં ભાગ લેશે. વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ આરામ પર હતો, પરંતુ આ સિરીઝમાં રોહિત શર્મા સહિત અનુભવી ખેલાડીઓ અફઘાનિસ્તાન સામે પોતાની કાંડાની તાકાત બતાવશે. આ ટીમ માટે વડોદરાના ખગેશ અમીનને ટીમ ઈન્ડિયાના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખગેશ અમીન 11 ફર્સ્ટ ક્લાસ મેચો રમ્યા છે. તેઓએ 1991માં ડેબ્યૂ કર્યુ હતુ અને પહેલી જ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેઓને ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સ્થાન મળ્યું હતું. 

ફેન્સ માટે ગર્વની વાત 
મેનેજર તરીકે પસંદગી પામતા બીસીસીઆઈ અને ક્રિકેટ ફેન્સ માટે એક ગર્વની વાત છે. મહત્વનું છે કે, વડોદરાના ક્રિકેટર ગીતા ગાયકવાડ પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમના મેનેજર રહી ચૂક્યા છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે પણ પસંદગી થઈ હતી.