Vibrant Gujarat Global Summit 2024: ફોરેસ્ટના સ્ટોલમાં રાયનો સાથે સેલ્ફી આકર્ષણનું કેન્દ્ર

એનર્જીને પ્રોત્સાહિત કરતું ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA, NLC ઇન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન, IREDA,SHELL, FCT એનર્જી ,GEPIL, સુઝલોન, ગેઇલ વગેરે સ્ટોલ દ્વારા એનર્જી ના વિવિધ પાસાઓને ખૂબ રસપ્રદ રીતે રજૂ કરાયા

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતના વિવિધ જંગલો અને પ્રાણી અને પક્ષી વૈવિધ્યને સચિત્ર રજૂ કરાયું
  • ગુજરાતના વન વૈભવને 3D ઈમેજ માં જોવા માટે લોકોને ખૂબ રસ

ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ડોમ -૮ માં 'નયા ભારત ઊર્જાવન ભારત'ની મુખ્ય થીમ સાથે ગ્રીન વેન્યુએબલ એનર્જી,  હાઈડ્રોજન પ્લાન્ટના વિવિધ માહિતી સભર સ્ટોલ પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રદર્શનની શરૂઆતમાં જ ગ્રીન હાઈડ્રોજન ટ્રક લોકોમા કુતુહલતા જગાવે છે. જ્યાં મોઢેરા ટાઉન સોલરાઈઝેશન,સોલાર એનર્જી, બેટરી એનર્જી સિસ્ટમ એન્ડ પીએમ કુસુમ જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં  આવી છે. 

Forest Department of Gujarat Government
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી દ્વારા પણ નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. Gujarat Government

એનર્જીને પ્રોત્સાહિત કરતું ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA, NLC ઇન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન, IREDA,SHELL, FCT એનર્જી ,GEPIL, સુઝલોન, ગેઇલ વગેરે સ્ટોલ દ્વારા એનર્જી ના વિવિધ પાસાઓને ખૂબ રસપ્રદ રીતે રજૂ કર્યા છે. 

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાજેતરમાં  ખુલ્લુ મોકલવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ નું પ્રદર્શનમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે .જેમાં ગુજરાતના વિવિધ જંગલો અને પ્રાણી અને પક્ષી વૈવિધ્યને સચિત્ર રજૂ કરાયું છે. 

આ ઉપરાંત ગુજરાતના વન વૈભવને 3D ઈમેજ માં જોવા માટે લોકો ખૂબ રસ ધરાવે છે. ફોરેસ્ટના આ સ્ટોલ માં રાયનો સાથે સેલ્ફી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી દ્વારા પણ પ્રદૂષણના વિવિધ પાસાઓને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે અંકુશમાં રાખી શકાય એ વિષય પર નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પેવેલિયનમાં નાના મોટા 84 સ્ટોલ માં અભ્યાસુ યુવાનો માટે રસપ્રદ માહિતી છે.