Ayodhya: 22મી જાન્યુઆરીએ સરકારી કચેરીઓમાં અડધો દિવસની રજા

22મી જાન્યુઆરીને અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉત્સાહ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે. નાનાથી માંડીને વડીલો સુધી તમામ લોકો રામના નામનુ રટણ કરી રહ્યાં છે અને તેમા ઉત્સાહમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે તમામ કચેરીઓમાં અડધો દિવસની રજા જાહેર કરી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે પણ તે દિવસે રજા જાહેર કરી છે.

Courtesy: Ayodhya temple

Share:

હાઈલાઇટ્સ

  • તમામ બોર્ડ, નિગમો અને કોર્પોરેશન બપોરના 230 વાગ્યા સુધી રહેશે બંધ

22મી જાન્યુઆરીને અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉત્સાહ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે. નાનાથી માંડીને વડીલો સુધી તમામ લોકો રામના નામનુ રટણ કરી રહ્યાં છે અને તેમા ઉત્સાહમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે તમામ કચેરીઓમાં અડધો દિવસની રજા જાહેર કરી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે પણ તે દિવસે રજા જાહેર કરી છે. 

સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા જાહેરનામામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર રાજ્યના લોકો શ્રીરામ મંદિરમા થનારી પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ શકે તે માટે 22મી તારીખે તમામ કચેરીઓ બપોરે 230 વાગ્યા સુધી બંધ રહેશે અને ત્યાર બાદ જ કચેરીઓમાં કામ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય રાજ્ય સરકારની તમામ કચેરીઓ, સંસ્થાઓ,રાજ્ય સરકાર હસ્તકના તમામ કોર્પોરેશન તથા પંચાયતોને લાગુ પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દૂર દર્શન સહિત તમામ સમાચાર માધ્યમો તે દિવસે રામ મંદિર ભગવાન રામના થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ બતાવશે.