Rajkot: ડિવોર્સ થયા પછી પણ ના સૂધર્યો પતિ, પૂર્વ પત્નીની સગાઈ તોડવા કર્યો મોટો કાંડ

રાજકોટમાં ડિવોર્સ થયા બાદ પૂર્વ પત્નીએ મહિલાની સગાઈ તોડવા માટે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને ખેલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે તે ભરાઈ ગયો.

Share:

હાઈલાઇટ્સ

  • ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ: છૂટાછેડા થયા બાદ પતિએ બદલો લેવા માટે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને પૂર્વ પત્નીની સગાઈ તોડવાના ઇરાદાથી તેના મંગેતરને અપમાનજનક મેસેજ મોકલ્યા હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિના પહેલા મનીષા જોશી નામની મહિલા સાથે સગાઈ કરનારા 35 વર્ષીય દિનેશ મહેતા દ્વારા રતિલાલ ઉર્ફે મોન્ટુ કાચાદ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં દિનેશ મહેતાએ કહ્યું કે, રતિલાલ કાચાદે તેનો ફોટો ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઉપયોગ કર્યો હતો જે તેણે પ્રિયાશી જોશીના નામે બનાવ્યો હતો.

3 મહિના પહેલા, જ્યારે મહેતા અને મનીષા બાઈક પર ગોંડલમાં આવેલા મંદિરે જતા હતા ત્યારે એક અજાણ્યા શખસે તેમને અટકાવ્યા હતા અને તેને પૂછ્યું કે, શું તેણીએ મહેતા સાથે સગાઈ કરી છે. જ્યારે મનીષાએ હકારાત્મક જવાબ આપ્યો, ત્યારે તે માણસે કહ્યું કે તે તેનો પતિ છે અને ત્યાંથી નીકળી ગયો છે. ત્યારબાદ મનીષાએ મહેતાને જણાવ્યું કે તે માણસ કાચાદ હતો અને તેઓએ છૂટાછેડા લીધા હતા.

આ દરમિયાન જ્યારે મહેતાએ ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યો હતો ત્યારે તેણે પ્રિયાંશી જોશીના નામનું એક એકાઉન્ટ જોયું, જેમાં તેના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાં ઘણા મેસેજ પણ હતા પણ તેણે તેનો જવાબ આપ્યો નહીં.

લગભગ ત્રણ દિવસ પછી મનીષાની બહેન અલ્પાએ જણાવ્યું કે, તેણીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજ મળ્યો હતો કે, જે પહેલાથી જ અફેરમાં છે તેવા માણસ સાતે તેની બહેન કેમ લગ્ન કરી રહી છે.

આ વાતની જાણ થતાં મહેતાને તરત જ કાચાદ પર શંકા ગઈ, જેણે તે ગોંડલમાં મળ્યો હતો અને તેણે પોલીસમાં ફરિયાદ કરી દીધી. તપાસ બાદ પોલીસે આઈપીસી અને આઇટી એક્ટના સંબંધિત વિભાગો હેઠળ કાચાદ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.