અમદાવાદના પોશ વિસ્તારની ઘટના, 66 વર્ષીય વૃદ્ધ પર સળિયો લઈને તૂટી પડ્યો પૂર્વ પાડોશી

સામાન્ય બોલાચાલી બાદ મનમાં ખાર રાખનારા પૂર્વ પાડોશીએ દરવાજો ખટખટાવ્યો અને શાહ બહાર નીકળતા જ ઢોર માર માર્યો.

Share:

હાઈલાઇટ્સ

  • શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • 2021માં કરેલી અરજી માફી માંગતા પાછી ખેંચી હતી

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારના એક 66 વર્ષીય વ્યક્તિએ શનિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના ભૂતપૂર્વ પાડોશીએ તેના પર સ્ટીલના સળિયાથી હુમલો કર્યો હતો. શ્યામલ ચોકડી પાસે સંત વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા ભદ્રેશ શાહે સેટેલાઇટ પોલીસ સાથેની તેમની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે આરોપી ભદ્રેશ ભટ્ટ વર્ષોથી પડોશના મકાનમાં રહેતો હતો. 

અગાઉ પણ કરી હતી પોલીસ અરજી
શાહે આરોપ લગાવ્યો હતો કે ભટ્ટ નાની નાની બાબતો પર તેની સાથે મગજમારી કરતો હતો. આ અંગે વર્ષ 2021માં શાહે ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સેટેલાઇટ પોલીસમાં અરજી કરી હતી, પરંતુ ભટ્ટે માફી માગ્યા બાદ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

મે મહિનામાં, ભટ્ટ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાંથી બહાર ગયા હતા. શનિવારે બપોરે, તેણે શાહનો દરવાજો ખખડાવ્યો અને શાહે  ખોલ્યો ત્યારે ભટ્ટે કથિત રીતે તેને ધક્કો માર્યો અને સ્ટીલના સળિયો લઈને ફરી વળ્યો. હુમલામાં શાહને ઈજા થઈ હતી અને તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સેટેલાઇટ પોલીસે ભટ્ટ સામે ગંભીર ઇજા પહોંચાડવા, ફોજદારી ધાકધમકી આપવા અને અપશબ્દોનો ઉપયોગ કરવાની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.