Ahmedabad: વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે એજ્યુકેશન લોન 33.8% વધી

ગુજરાતમાં કેટલાંક વિદ્યાર્થીઓના સપના વિદેશમાં જઈ અભ્યાસ કરીને ત્યાં સેટલ થવાનું હોય છે. ત્યારે બેંકોએ પણ પોતાની લોનમાં ધરખમ વધારો કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિદેશ અભ્યાસ માટે મોટા ભાગના સ્ટુડન્ટ્સ લોને લેતા હોય છે
  • બેંકોએ પણ હવે આ શૈક્ષણિક લોનમાં ધરખમ વધારો કર્યો છે
  • વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે પણ સખત મહેનત કરી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતના કેટલાંક વિદ્યાર્થીઓને વિદેશ જઈ અભ્યાસ કરવાના સપના હોય છે. નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન શૈક્ષણિક લોનમાં પણ 33.8 ટકાનો જંગી વધારો થયો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાત મુજબ, બેંકોએ આ ત્રિમાસિક ગાળામાં શૈક્ષણિક લોન માટે રુપિયા 511 કરોડનું વિતરણ કર્યુ હતુ. જે નાણાકીય વર્ષ 2022-23ના સામાન્ય ગાળામાં રુપિયા 383 કરોડ હતું.. બેંક અધિકારીઓ આ વાતનો શ્રેય વિદેશમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને આપે છે. 

સેટલ થવાના પણ સપના 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, વિદેશ જવું એ માત્ર વિદેશી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવાનું જ નથી. મોટા ભાગના લોકો ત્યાં કામ કરીને સેટલ થવાનું લક્ષ્ય રાખતા હોય છે. પરિણામે વિદેશી શિક્ષણ લોન માટેની અરજીની સંખ્યા દર વર્ષે વધી રહી છે. બીજા ક્વાર્ટરમાં લગભગ 6384 વિદ્યાર્થીઓએ લોન માટે અરજી કરી છે, એવું બેન્કિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું. 

લોનમાં મોટો વધારો 
વિદેશી શિક્ષણ સલાહકારોનું કહેવું છે કે, શિક્ષણ મટેની લોન માટે બેંકના ધોરણોમાં સરળતા અને વધતી જાગ્રૃતિએ વૃદ્ધીમાં ફાળો આપ્યો છે. વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, યુકે, ન્યૂઝિલેન્ડ, સિંગાપુર, જર્મની, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઝડપથી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. પહેલાં વિદ્યાર્થીઓ મુખ્ય રીતે અનુસ્નાતક અભ્યાસક્રમો કરવા માટે વિદેશ જતા હતા. જો કે, આ વલણો હવે ઘણા બદલઈ ગયા છે અને સ્નાતક અભ્યાસક્રમો માટે અરજદારોની સંખ્યાાં પણ વધારો થઈ રહ્યો છે, એવું એક વિદેશી શિક્ષમ કન્સલ્ટન્સી ફર્મના સ્થાપક ભાવિન ઠાકરે જણાવ્યું હતું.  

વિદ્યાર્થીઓની સખત મહેનત 
આ દરમિયાન બેંકો પણ આક્રમક રીતે તેમની એજ્યુકેશન લોન પ્રોડક્ટ્સનો પ્રચાર કરી છે. વધુને વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે કેટલી સરળતાથી ફાઈનાન્સ મેળવી શકે તે અંગે જાગૃત થઈ રહ્યા છે. સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સારો સ્કોર પણ મેળવવા વિદ્યાર્થીઓ સખત મહેનત કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે બેંકો ઉચ્ચ ક્રમાંક ધરાવતી યુનિવર્સિટીઓની યાદી પણ જાળવી રાખે છે, એવું ભાવિન ઠાકરે જણાવ્યું હતું.