Dunki Flight: USમાં ગેરકાયદે ઘૂસણખોરી માટે ₹60-80 લાખ આપવા ગુજરાતી પેસેન્જર તૈયાર હતો!

તાજેતરમાં ફ્રાંસમાં એક ફ્લાઈટને રોકવામાં આવી હતી. માનવ તસ્કરીની શંકામાં આ ફ્લાઈટ રોકવામાં આવી હતી. ત્યારે એક ગુજરાતી પેસેન્જરે મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડંકી ફ્લાઈટમાં સવાર ગુજરાતી પેસેન્જર્સનો મોટો ખુલાસો
  • અમેરિકામાં ઘૂસવા 80 લાખ રુપિયા સુધી ખર્ચવા તૈયાર હતા
  • સીઆઈડી પોલીસે કરેલી પૂછપરછમાં થયો મોટો ખુલાસો

Dunki flight: ફ્રાંસથી ભારતીય પેસેન્જર્સને લઈને પરત ફરેલી ડંકી ફ્લાઈટમાં સવાર ગુજરાતી યાત્રી અમેરિકામાં ગેરકાયદે દાખલ થવાના હતા અને એના માટે તેઓ રુપિયા 60થી 80 ચુકવવા તૈયાર હતા. આ દાવો ગુજરાત સીઆઈડીએ કર્યો છે. પેસેન્જરે સીઆઈડીને જણાવ્યું કે, લેટિન અમેરિકા દેશ નિકારાગુઆ પહોંચ્યા બાદ તેઓ આ રકમ ઈમિગ્રેશન એજન્ટ્સને ચૂકવવાના હતા, જેથી તેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી શકે. 

આ હતી ઘટના 
દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટને માનવ તસ્કરીની શંકામાં ચાર દિવસ સુધી ફ્રાંસના પેરિસથી 150 કિમી દૂર આવેલા વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 303 પેસેન્જર્સ સવાર હતા. જેમાંથી 260 ભારતીય પેસેન્જર્સ હતા. આ ફ્લાઈટ ગઈ 26 ડિસેમ્બરના રોજ સવારે મુંબઈમાં લેન્ડ થઈ હતી. જેમાં 66 પેસેન્જર્સ ગુજરાતના હતા. જેમની સીઆઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 

પેસેન્જર્સમાં કેટલાંક સીગર 
CID ક્રાઈમ એન્ડ રેલવે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સંજય ખરાતે કહ્યું કે, આ 66 પેસેન્જર્સમાં કેટલાંક લોકો સગીર હતા. જે મુખ્ય રીતે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ જિલ્લાના હતા. 55  લોકોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને તેમના નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવ્યા. ત્યારે આખી ઘટનાનો ખુલાસો થયો હતો. CID દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામા આવ્યું કે, આ પેસેન્જર્સમાં મોટાભાગનાએ 8થી 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હતો. 

15 એજન્ટના નંબર મળ્યા 
CIDએ અત્યાર સુધીમાં પંદર આવા એજન્ટ્સનના નામ અને કોન્ટેક્ટ નંબર મેળવ્યા છે. જેઓએ આ 55 લોકોને યુએસ મેક્સિકો બોર્ડ પરથી ગેરકાયદે અમેરિકામાં દાખલ કરાવવાનો વાયદો કર્યો હતો. આ એજન્ટ્સે આ 55 લોકોને કહ્યું હતું કે, તેઓ અમેરિકા પહોંચ્યા બાદ જ રકમ આપે. તેમને નિકારાગુઆ બોર્ડર સુધી લઈ જવામાં આવશે અને બોર્ડર ક્રોસ કરાવવામાં મદદ કરશે. પેસેન્જર્સે પોલીસ સમક્ષ એ વાતનો પણ ખુલાસો કર્યો કે તેમના માટે એક ટિકિટ બુક કરવામાં આવી હતી. દરેક પેસેન્જર્સને 1000થી લઈ 3000 અમેરિકી ડોલર પણ આપવામાં આપવામાં આવ્યા હતા. જેથી કરીને ઈમરજન્સીમાં કામમાં આવી શકે.