અનિલના મોત માટે લોખંડનો સળીયો જવાબદાર કે સત્તાધીશો?

બુધવારે વહેલી સવારે બર્ડ કોલમાં ઘુમા મેપલ એપોર્ટમેન્ટ ખાતે પક્ષી બચાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાન અનિલ ગોરાભાઈ પરમારના મોત માટે જવાબદાર કોણ? શું એ લોખંડનો પાઈપ જેનાથી એ પેલા પક્ષીને બચાવી રહ્યાં કે પછી ખુદ ફાયર બ્રિગેડના સત્તાઘીશો? આ સવાલનો જવાબ આપવો એટલો અધરો નથી પણ તેની જવાબ ઉકેલ નથી કારણ કે એ જવાનો ઈરાદો તેની પાસે ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રકચરના આધારે પાર પડે તેમ નહોતો.

Courtesy: Sources

Share:

હાઈલાઇટ્સ

  • અનિલ પાસે વિજળીના થાંભલામાં કે તારમાં ફસાયેલા ચામાચીડીયાને બચાવવા માટે કોઈ ઓજાર નહતું

આજે વહેલી સવારે બર્ડ કોલમાં ઘુમા મેપલ એપોર્ટમેન્ટ ખાતે પક્ષી બચાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાન અનિલ ગોરાભાઈ પરમારના મોત માટે જવાબદાર કોણ? શું એ લોખંડનો પાઈપ જેનાથી એ પેલા પક્ષીને બચાવી રહ્યાં કે પછી ખુદ ફાયર બ્રિગેડના સત્તાઘીશો? આ સવાલનો જવાબ આપવો એટલો અધરો નથી પણ તેની જવાબ ઉકેલ નથી કારણ કે એ જવાનો ઈરાદો તેની પાસે ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રકચરના આધારે પાર પડે તેમ નહોતો. 

જો ફાયર બ્રિગેડના જ સૂત્રો અને તેમાં પણ અનિલ પરમાર સાથે સ્થળ પર ગયેલી ટીમના સભ્યોનુ માનીએ તો વાત એવી નિકળે છે કે, અનિલ પાસે વિજળીના થાંભલામાં કે તારમાં ફસાયેલા ચામાચીડીયાને બચાવવા માટે કોઈ ઓજાર નહતું. પરંતુ, તેણે એક અબોલા જીવને બચાવવા માટે પોતાની જાન જોખમમાં મુકી દીધી. 

હવે, અનિલ પોતાની ઈચ્છાથી ત્યાં ગયા નથી. પણ ફાયરનો કોલ આવ્યાના કારણે ત્યાં ગયા છે અને ત્યાં ગયા પછી તેમની પાસે કોઈ સાધન નહોતું જેના ઉપયોગથી તે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે. અનિલે લોખંડના સળીયાની મદદથી એ પક્ષીને કાઢવાનો પ્રયત્ન કર્યો. એ સળીયો વીજળીના ચાલુ વાયરને અડી ગયો અને એટલા માટે તેને કરંટ લાગ્યો અને ત્યાં જ સળગી જવાથી તેનું મોત થયું. 

શું અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે એવા કોઈ સાધનો નથી જેના વડે કોઈ ઘાયલ પક્ષીને બચાવી શકાય? 
જવાબ છે. ના. ફાયર બ્રિગેડના જવાનો પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે એવું કહે છે કે, કોઈ પણ પક્ષીને બચાવાનો જ્યારે કોલ આવે છે ત્યારે કાંતો અમારે લોખંડની પાઈપ, વાંસ કે પછી પીવીસીની પાઈપોનો ઉપયોગ કરીને પક્ષીને બચાવવા માટે પ્રયત્ન કરવો પડે છે અને ઘણીવાર આમ કરતાં પક્ષીને વધારે ઈજા પહોંચી હોય તેવા પણ દાખલા છે જ. પણ અમે કોને કહીંયે? અત્યાર સુધી અનેકવાર રજૂઆતો થઈ છે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 

આ બાબતે સત્તાધીશો પાસે કોઈ યોગ્ય જવાબ જ નથી. જયેશ ખડીયા, અમદાવાબ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરને જ્યારે આ પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, "અનિલ સળીયો ઉપયોગ કરી રહ્યો હતો કે કેમ તે તો તપાસનો વિષય છે પણ અમે તેમને બધી સુવિધાતો આપીએ જ છીએ."

સુવિધા કયા પ્રકારની તેવું જ્યારે પુછ્યુ તો તેમણે કહ્યું કે, "અત્યારે વધારે વાત થાય એમ નથી. તમે આવો રૂબરૂમાં વાત કરીએ. તમને જે પણ સવાલ છે તેના હું જવાબ આપીશ. અત્યારે મારાથી વધારે વાત થાય તેમ નથી."

તેમના જવાબો પરથી એવું સ્પષ્ટ જણાતું હતું કે તે છટકવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. પરંતુ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી અનિલ પરમાર જેવા જવાનો પોતાનો જીવ ગુમાવતા રહેશે? અને તેમના મોત પર થોડા દિવસ સુધી માતમ રહેશે? અને પછી તેમનું તેમ?