Vadodara: મુખ્ય મંત્રીએ પિડીત બાળકોની હોસ્પિટલમા જઈ લીધી મુલાકાત

વડોદરાના હરિણી તળાવમાં પાણીમાં ફસાઈ જઈને ઘાયલ થયેલા બાળકો અને શિક્ષકોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. મુખ્ય મંત્રી સાથે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

Courtesy: Chief minister of Gujarat

Share:

વડોદરાના હરિણી તળાવમાં પાણીમાં ફસાઈ જઈને ઘાયલ થયેલા બાળકો અને શિક્ષકોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. મુખ્ય મંત્રી સાથે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા. મુખ્ય મંત્રી અને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જે બોટ ઉથવી પડવાના કારણે આ ઘટના બની હતી તેનું અવલોકન કરવા માટે પણ હરિણી તળાવે ગયા હતા. 

વડોદરામાં આજે બનેલી ઘટના બાદ મુખ્ય મંત્રીએ મરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તાબડતોબ વડોદરા એસ એસ જી હોસ્પિટલ કે જ્યાં બચી ગયેલા બાળકોને દાખલ કરવામાં આવ્યા ત્યાં દોડી ગયા હતાં. વાલીઓને મળીને તેમણે આશ્ચાસન અને ઉત્તમ સારવારની ખાતરી પણ આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની સનરાઈઝ સ્કુલના બાળકો આજે હરણી તળાવમાં પ્રવાસ માટે આવ્યા હતા. જે બોટમાં તેઓ તળાવમા હતાં તે જ બોટ પલટી જતા તેમાં બેઠેલા સાત વિદ્ધાર્થીઓના મોત નીપજ્યાં હતા અને બે શિક્ષકોએ પણ પોતાની જાન ગુમાવી હોવાનું જાણવા મળે છે. અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે. સાત જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનૂસાર બોટમાં 23 બાળકો સહિત 4 શિક્ષકો હાજર હતા અને તૈ પૈકીના પાંચથી વધુ હજુ પણ લાપત્તા છે. 

Chief Minister of Gujarat
મુખ્ય મંત્રીએ ઘટના જે બોટમાં બની તેનુ પણ અવલોકન કર્યું હતું. Government of Gujarat

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ફાયર બ્રિગેડે બચાવ કામગીરીની 
હાથ ધરી હતી અને 5થી 6 વિદ્યાર્થીઓને તળાવમાંથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનુ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે. વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યુ હતુ કે, ઘટનાની જાણ થતાં જ અમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને હોસ્પિટલને પણ તૈયાર રહેવા માટે સુચના આપી દીધી હતી. અત્યારે બચાવ કામગીરી ચાલુ છે.